આ કારણસર SG હાઈવે પર 4 સ્થળોએ અંડરબ્રિજ બનાવવા શક્ય નથી

પ્રતિકાત્મક
બ્રિજ માટે ૭થી૮ મીટરની ઉડાઈ જરૂરી જે મળે તેમ નથી
(એજન્સી)અમદાવાદ, એસજી હાઈવે અને રીગ રોડ પર ભારે ટ્રાફીકજામની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે બ્રિજ બનાવવાની જરૂરીયાત ઉભી થઈ છે. ત્યારે એસજી હાઈવે પર ચાર અને રીગ રોડ પર બે અંડર બ્રીજ બનાવવા માટે અંડરગ્રાઉન્ડ યુટીલીટીનો સર્વે કરાયો હતો.
અંડરબ્રીજ બનાવવા માટે ૭મીટરથી લઈને ૮ મીટરની ઉડાઈ જોઈએ. જોકે તમામ સ્થળે અંડરગ્રાઉન્ડ યુટીલીટી જેમ કે ગટર, પાણી અને સ્ટોર્મ વોટર લાઈન તેનાથી ઉચે આવતી હોવાથી અંડરબ્રીજ બનાવવા મુશ્કેલ છે. ર૦રપ-ર૬ના બજેટમાં રાજપથ રંગોલી પર અંડરબ્રીજનો ઉલ્લેખ છે. પરંતુ આ કામ મુશ્કેલ લાગે છે.
એસજી હાઈવે પર પકવાન ચાર રસ્તા સાણંદ ચાર રસ્તા, કારગીલ પેટ્રોલ, પંપ અને રાજપથ રંગોલી જંકશન પર સર્વે કરાયો હતો. જયારે રીગ રોડ પર સિધુભવન ચાર રસ્તા અને શીલજ સર્કલ પર સર્વે કરાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજપથ રંગોલી રોડ પર ૧ર૦૦, ૧૮૦૦૦ અને ર૦૦૦ એમએઅમની ત્રણ લાઈન જાય છે.
તે ત્રણેય લાઈનો ૪ મીટરથી લઈને ૭.૪ મીટર ઉડાણમાં આવેલી છે. જયારે ૧ર૦૦ એમએમની પાણીની મેઈન ટ્રન્ક લાઈન ત્યાંથી પસાર થાય છે. જો અંડરગ્રાઉન્ડ યુટીલીટી ખસેડાશે તો જ અંડરબ્રીજ બનશે.