SGFI-સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા 2023-24 દ્વારા વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન
અખિલ ભારતીય અં-૧૪, ૧૭ અને ૧૯ ભાઈઓ – બહેનોની તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા તથા મહાનગરપાલિકા કક્ષાની વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન
SGFI અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લા કક્ષા સ્પર્ધા 2023-24 માટે સ્પર્ધા સ્થળ, સમય, વયજૂથ સહિત કન્વીનરની વિગતો જાહેર કરવામાં આવી
જિલ્લા રમત વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અખિલ ભારતીય અં-૧૪, ૧૭ અને ૧૯ ભાઈઓ – બહેનોની તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા તથા મહાનગરપાલિકા કક્ષાની વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. SGFI – સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા 2023-24 દ્વારા કરાટે, સ્કેટિંગ, સ્વિમિંગ, વોલીબોલ, એથ્લેટીક્સ, કબડ્ડી, ખો-ખો જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જિલ્લા રમત વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર SGFI અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લા કક્ષા સ્પર્ધા 2023-24 માટે સ્પર્ધા સ્થળ, સમય, વયજૂથ સહિત કન્વીનરની વિગતો જાહેર કરવામાં આવી છે જેની વિગતો નીચે મુજબ છે.
તા. 9 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ગ્રામ્ય અને તા. 10 સપ્ટેમ્બરના રોજ શહેર કક્ષાની કરાટે રમતની સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાનું આયોજન ખોખરા રમત સંકુલ ખાતે કરાયું છે. આ કરાટે સ્પર્ધાના કન્વીનર તરીકે શ્રી હરજીન્દર ગીલ રહેશે. જેમનો સંપર્ક નં. 9376122984 છે. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોનું વયજૂથ અં-૧૪,૧૭,૧૯ રહેશે.
આ જ રીતે સ્કેટિંગ રમતની શહેરની સ્પર્ધા તા. 8 સપ્ટેમ્બર અને ગ્રામ્યની તા. 9 સપ્ટેમ્બરના રોજ યોજાશે. શહેરની સ્પર્ધા એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમી, થલતેજ ખાતે યોજાશે જ્યારે ગ્રામ્યની સ્પર્ધા દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ ખાતે યોજાશે. સ્કેટિંગ રમત માટે શહેરના કન્વીનર તરીકે શ્રી રાજુભાઇ જાડેજા રહેશે, જેમનો સંપર્ક નં. 9327089360 છે. જ્યારે આ જ રમત માટે ગ્રામ્યના કન્વીનર તરીકે શ્રી ઇન્દ્રજીત રાજપૂત ફરજ બજાવશે, જેમનો સંપર્ક નં. 9824234663 છે. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોનું વયજૂથ અં-૧૧,૧૪,૧૭,૧૯ રહેશે.
સ્કેટિંગ (રોડ રેસ)ની શહેર અને ગ્રામ્ય કક્ષાની રમત તા. 10 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ સ્પર્ધા અદાણી શાંતિગ્રામ ખાતે યોજાશે. જ્યાં શ્રી પાર્થ વ્યાસ કન્વીનર તરીકે ફરજ બજાવશે. તેમનો સંપર્ક નં. 8866982008 છે. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોનું વયજૂથ અં-૧૧,૧૪,૧૭,૧૯ રહેશે.
સ્વિમિંગ સ્પર્ધા અમદાવાદ શહેર કક્ષાની તા.13 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને ગ્રામ્ય કક્ષાની તા.14 સપ્ટેમ્બરના રોજ યોજાશે. શહેર અને ગ્રામ્યની બંને સ્પર્ધા ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાશે. જ્યાં શ્રી મેહુલ મિસ્ત્રી કન્વીનર તરીકે ફરજ બજાવશે. તેમનો સંપર્ક નં.8128896979 છે.
સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીએ 09/09/2023 સુધી નિકોલ સ્પોર્ટ્સ હોસ્ટેલ ખાતે એન્ટ્રી મોકલી આપવાની રહેશે. એન્ટ્રી માટે શ્રી પ્રિયંકા સોલંકીનો 7575852406 પર સંપર્ક કરી શકાશે. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોનું વયજૂથ અં-૧૪,૧૭,૧૯ રહેશે.
આ ઉપરાંત સ્વિમિંગ (ડાઈવિંગ) શહેર અને ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાની તારીખ અને સ્થળ સ્પર્ધકોની એન્ટ્રી મળ્યા બાદ જાણ કરવામાં આવશે. ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ તા.7 સપ્ટેમ્બર સુધીમાં નિકોલ સ્પોર્ટ્સ હોસ્ટેલ ખાતે એન્ટ્રી મોકલી આપવાની રહેશે. જેના માટે શ્રી રેનીસેન મેકવાનનો 9725497871 પર સંપર્ક કરી શકાશે.