નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે SGFI રાજયકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ

(પ્રતિનિધિ)નડિયાદ, ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તા.૨૭/૧૦/૨૦૨૩ થી ૦૧/૧૧/૨૦૨૩ દરમિયાન સ્પોર્ટસ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે SGFI રાજયકક્ષાની અં ૧૪, અં-૧૭ અને અં-૧૯ એથ્લેટિક્સ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત માંથી ૨૦૪૯ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારી ખેડા-નડિયાદ દ્વારા શાળાકીય અં-૧૪, અં-૧૭ અને અં-૧૯ એથ્લેટિક્સ બહેનોની સ્પર્ધા તારીખ ૨૭/૧૦/૨૦૨૩ થી ૦૧/૧૧/૨૦૨૩ દરમ્યાન સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નડિયાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હત
આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લા અને ૦૮ મહાનગરપાલીકા મળી ૪૧ જિલ્લાઓની ટીમોના ખેલાડીએ ભાગ લીધો હતો. જેમાં અં-૧૪માં ૪૫૦, અં-૧૭માં ૭૭૯ અને અં-૧૯માં ૮૨૦ કુલ ૨૦૪૯ ખેલાડીઓ તથા કોચ/મેનેજર, પંચો/વ્યવસ્થાપક મળી કુલ ૨૨૫૦ થી વધારે લોકોએ જુસ્સા ભેર ભાગ લીધો હતો.
શાળાકીય (SGFI) અં-૧૪, અં-૧૭ અને અં-૧૯ એથ્લેટિક્સ બહેનોની સ્પર્ધા પ્રસંગે ચીફકોચ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત એલ.પી. બારીયા, જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, નડીઆદ એકેડમી એક્સપર્ટ કોચ શ્રીમતી શ્રધ્ધાબેન, એથ્લેટીક્સ સ્પર્ધાના ચીફ રેફરી સંજયભાઈ યાદવ સિનિયર એથ્લેટિક્સ સ્ટાટર, જી.સી. શાહ તથા ગુજરાત રાજય એથ્લેટિક્સ એસોસિએશના પ્રતિનિધિ ચિરાગ પટેલ અને કાનજી ભરવાડ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.