SH ખારાવાલા શાળામાં ફી વધારા સામે વાલીઓનો હોબાળો
વાલીઓના ટોળેટોળા બાળક સાથે સ્કુલ સંકુલમાં ઉમટયા એક સાથે ઝીંકાયેલો ફી વધારો પાછો ખેંચી લેવાની માંગણી
(તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી એસ એચ ખારાવાલા સ્કૂલમાં અસહ્ય ફી વધારો ઝીંકી દેવાતાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓએ જારદાર હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓના ટોળેટોળા સ્કૂલ સંકુલમાં ઘસી ગયા હતા. વાલીઓ ફી વધારો પાછો ખેંચવા માંગ કરી જારદાર સૂત્રોચ્ચાર લગાવ્યા હતા.
સ્કૂલ સત્તાધીશો દ્વારા રૂ.૧૯ હજારની ફીમાં મસમોટો વધારો ઝીંકી સીધી જ રૂ.૪૦ હજાર કરી દેવાતાં આટલા આકરા ફી વધારાને લઇ વાલીઓ વિફર્યા હતા. કોઇપણ સૂચના કે નોટિસ કે આગોતરી જાણ કે વાલીઓને વિશ્વાસમાં લીધા વિના અચાનક જ ફી માં ૧૦૦ ટકાથી વધુનો વધારો કરી દેવાતા વાલીઓ આક્રોશિત બન્યા હતા અને સ્કૂલ પર ઉમટયા હતા.
વાલીઓએ જારદાર સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક ધોરણે ફી વધારો પાછો ખેંચવા માંગણી કરી હતી. શહેરની જાણીતી એચ.એસ ખારાવાલા સ્કૂલ દ્વારા ફીમાં ૧૦૦ ટકાથી વધુનો તોતીંગ વધારો કરવામાં આવતા વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં એકસંપ થઇ સ્કૂલ પર પહોંચ્યા હતા અને ત્યાં જારદાર રીતે હોબાળો મચાવ્યો હતો.
શાળા દ્વારા બેફામ ફી વધારવામાં આવતા વાલીઓ પોતાના વિદ્યાર્થીઓ અને બાળકોને પણ સાથે લઇને પહોંચ્યા હતા. વાલીઓએ જારદાર રીતે સ્કૂલ સંચાલકો વિરૂધ્ધ સૂત્રોચ્ચાર અને નારેબાજી લગાવી તાત્કાલિક ધોરણે ફી વધારો પાછો ખેંચવા માંગણી ઉચ્ચારી હતી. જા કે, વાલીઓના જારદાર હોબાળા અને વિવાદ વકરતાં ગભરાઇ ગયેલા સ્કૂલના સંચાલક ઓફિસ બંધ કરી ભાગ્યા હતા. તો શાળાના ટ્રસ્ટીએ વાલીઓને જવાબ આપવાનું પણ યોગ્ય ગણ્યુ નહોતુ. શાળા દ્વારા જે ફી રૂ.૧૯ હજાર હતી તેને વધારી સીધી જ રૂ.૪૦ હજાર કરવામાં આવી હતી.