શાનના દીકરા માહીનું નાદાનિયાં ફિલ્મથી સિંગર તરીકે ડેબ્યૂ

મુંબઈ, બોલીવૂડમાં માત્ર એક્ટિંગ કે ફિલ્મ નિર્માણ જ નહિ પરંતુ મ્યુઝિકમાં પણ સંતાનો માતા-પિતાનો વારસો અપનાવતાં હોય તેવા અનેક દાખલા છે. તેમાં હવે એક ઉમેરો થયો છે. સિંગર શાનના પુત્ર માહીએ પણ બોલીવૂડ ફિલ્મો માટે ગીત ગાવાનું શરુ કર્યું છે. માહી ઈબ્રાહિમ અલી ખાન તથા ખુશી કપૂરની ફિલ્મ નાદાનિયાંથી ડેબ્યૂ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે એક સિંગર તરીક ેખુદ શાને સૈફ અલી ખાન માટે અનેક ગીતો ગાયાં છે. હવે તેનો દીકરો માહી સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન માટે ગીત ગાઈ રહ્યો છે. આમ એક્ટર-સિંગરની જોડીમાં પણ પેઢી દર પેઢી વારસાઈ પરંપરા આગળ વધી છે.
નાદાનિયાં ફિલ્મનું તેરા ક્્યા કરું ગીત માહીએ ગાયું છે. આ ગીત અભિજિત ભટ્ટાચાર્યએ લખ્યું છે જ્યારે તેનું સંગીત સચિન જીગર દ્વારા આપવામાં આવ્યું છે.
માહીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પોતે નાનપણથી તેના પિતાએ સૈફ અલી ખાન માટે ગાયેલાં ગીતો સાંભળતો રહ્યો છે અને હવે પોતે સૈફના પુત્ર માટે ગીત ગાઈ રહ્યો છે તે વાત એક સ્વપ્ન સમાન લાગી રહી છે.SS1MS