બોયફ્રેન્ડ સાથે શફાક નાઝના લગ્ન બંધ રહ્યા ??
મુંબઈ, સાડા ત્રણ વર્ષની ડેટિંગ બાદ, શફક નાઝ મસ્કત સ્થિત બિઝનેસમેન ઝીશાન સાથે સગાઈ કરવાની તૈયારી કરી રહી હતી. કપલના આ જ મહિનામાં કોર્ટ મેરેજ પણ થવાના હતા અને પરિવાર ગ્રાન્ડ વેડિંગ માટેની તારીખ નક્કી કરવાની પ્રક્રિયામાં હતો. જાે કે, આ પહેલા જ તેમણે સગાઈ અને લગ્ન ફોક જાહેર કર્યા હતા. Shafaq Naz’s marriage with boyfriend was off
એક્ટ્રેસે તેના લગ્ન બંધ રહેવા પાછળના કારણનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘લગ્નમાં માત્ર બે જ વ્યક્તિ સામેલ નથી હોતો, પરંતુ તેમનો પરિવાર પણ મહત્વનો હોય છે. જ્યારે બે પરિવાર સાથે આવે છે જ્યારે મતભેદ થાય છે.
દરેક પરિવારમાં લગ્ન વખતે સમસ્યા અને અસંમતિ થાય છે. ખાસ કરીને, લવ મેરેજમાં, દુઃખદ રીતે અમારા પરિવારમાં પણ કેટલીક ગેરસમજણ થઈ, પરંતુ હું કોઈને દોષ નથી આપવા માગતી. જાે કે, શફાક નાઝ અને ઝીશાન વચ્ચે બધું ઠીક છે. પરંતુ આ વર્ષે તેમના લગ્ન થવાના નથી. આ વિશે તેણે કહ્યું હતું કે, ‘અમે સાથે છીએ, પરંતુ આ વર્ષે લગ્ન નહીં કરીએ.
કદાચ આ યોગ્ય સમય નથી. ભવિષ્યના ગર્ભમાં અમારા માટે શું છે જાેઈએ. ડિસેમ્બર ૨૦૨૨માં તુનિષા શર્મા ડેથ કેસમાં શીઝાન ખાનની ધરપકડ બાદ નાઝ પરિવાર છેલ્લા સાત મહિનામાં ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ ચૂક્યો છે. શું પાર્ટનર અને તેના વચ્ચે વધેલા અંતર વચ્ચે આ કારણે જવાબદાર હતું? તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે ‘ના, જરાય નહીં.
આ ખરાબ સમયમાં તેનો પરિવાર સતત મારી સાથે હતો. બાકી, પડકારજનક સમયમાં પોતાનું મન બદલી દે તેવી વ્યક્તિ સાથે હું રિલેશનશિપમાં રહી પણ ન શકું. મહાભારત, ચિડીયા ઘર, કુલ્ફી કુમાર બાજેવાલા અને ગુમ હૈ કિસી કે પ્યાર મેં જેવા શોમાં કામ કરી ચૂકેલી શફાક નાઝ કામ પર પરત ફરવાની રાહ જાેવાની સાથે-સાથે તેની હેલ્થ પર પણ ફોકસ કરી રહી છે. તેણે ઉમેર્યું હતું કે ‘છેલ્લા છ મહિનામાં અંગત જીવનમાં ઘણું બધું થયું જેની મારી માનસિક હેલ્થ પર અસર પડી હતી.
તેના કારણે હું મારા પર ફોકસ કરી શકી નહોતી. હું સારા પ્રોજેક્ટની રાહ જાેઈ રહી છું અને પર્સનલ ગ્રોથ પર ફોકસ કરી રહી છું. શફાક નાઝ હાલમાં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તે બિગ બોસ ઓટીટી ૨ના ઘરમાં કેદ બહેન ફલક નાઝને મળવા ગઈ હતી.
શફાકને જાેઈને ફલક રડવા લાગી હતી. તેને શાંત કરતાં તેણે કહ્યું હતું કે ‘અહીંયા કોઈ જ રિયલ નથી ફલક રડીશ નહીં. તું મજબૂત છે. પરંતુ તું ક્યાં ખોવાઈ ગઈ? શું થયું? તું અત્યારે એ નથી જે હું રિયલમાં છે… અમારામાંથી કોઈએ તને આ રીતે નથી જાેઈ. તારી પાસે મજબૂત ઓપિનિયન અને વ્યૂ છે.
તું ઓછું બોલે છે પરંતુ મગજમાં જે હોય એ બોલે છે. તું કેમ ડરી ગઈ છે? તને કઈ વાત ડરાવી રહી છે? શું તું ડરવા માટે પણ સક્ષમ છે?’. ત્યારબાદ તેણે હોસ્ટ સલમાન ખાનને કહ્યું હતું કે ‘અમે જાણીએ છીએ કે તે આવી નથી. તે શું કરી રહી છે અને કેવી દેખાઈ રહી છે તે માટે તે સભાન છે.SS1MS