શાહરૂખખાનની કતારના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
મુંબઈ, બોલીવુડ કિંગ શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાના કેટલાક પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે અભિનેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કતરની સફર દરમિયાનનો છે. રિપોર્ટ્સ પ્રમાણે શાહરૂખ ખાન શનિવારે દોહા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કતરના પ્રધાનમંત્રી મોહમ્મદ બિન અહ્દુલરહમાન બિન ઝસીમ અલ થાની સાથે મુલાકાત કરી હતી.
એટલું જ નહીં કતારમાં હાજર કિંગ ખાનના ફેન્સે પણ તેનું ગર્મજોશીથી સ્વાગત કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કતારના પ્રધાનમંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન ઝસીમ અલ થાની શાહરૂખ ખાનની સાથે વાત કરતા જોવા મળી રહ્યાં છે.
આ દરમિયાન એક્ટર વ્હાઇટ શર્ટ અને બ્લૂ જેકેટમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં શાહરૂખના ચહેરા પર હાસ્ય જોઈ શકાય છે. આ સિવાય તેનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરતા ફેન ક્બલે લખ્યું- કતરના પ્રધાનમંત્રી મહામહિમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન ઝસીમ અલ થાનીએ શાહરૂખ ખાનનું સ્વાગત કર્યું, કારણ કે તેઓ દોહામાં એએફસી ફાઇનલમાં વિશેષ અતિથિ તરીકે શામેલ થયા હતા. તો એક કારણ છે કે શાહરૂખ ખાન દુનિયામાં સૌથી મોટો સ્ટાર છે.
સાથે એક વીડિયોમાં શાહરૂખ પોતાના ફેન્સની સાથે વાત કરી રહ્યાં છે. આ દરમિયાન એક્ટર વ્હાઇટ શર્ટમાં જોવા મળી રહ્યાં છે. આ તમામ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. ફેન્સ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. જો શાહરૂખ ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો તે છેલ્લે ડંકીમાં જોવા મળ્યા હતા. હવે તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઇંશાઅલ્લાહમાં જોવા મળશે.SS1MS