શાહરુખ ખાને મુંબઇ એરપોર્ટ પર મારી ઘાંસૂ એન્ટ્રી
મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન આ સમયે કરિયરના બેસ્ટ ફેઝમાં છે. સુપરસ્ટાર શાહરુખ ખાનની પઠાન, જવાન અને ડંકી મુવીએ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી છે. ત્યારબાદ સુપરસ્ટાર શાહરુખ ખાન એની અપકમિંગ ફિલ્મને લઇને કોઇ જાહેરાત કરી નથી. જો કે આ વચ્ચે સુપરસ્ટાર શાહરુખ ખાન મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો. જ્યાંની તસવીરોએ ફેન્સનું દિલ જીતી લીધુ છે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. એરપોર્ટ પર કિંગ ખાનનો સ્ટાઇલિશ લુક જોવા મળ્યો હતો. શાહરુખની આ તસવીરો સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે. આ તસવીરોએ ફેન્સનું દિલ જીતી લીધુ છે.
ફિલ્મ સ્ટાર આ દરમિયાન સુપરકૂલ અંદાજમાં જોવા મળ્યો આ તસવીરો જોઇને તમે પણ અંદાજો લગાવી શકો છો. બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનની હેર સ્ટાઇલ આ દરમિયાન લોકોને ખૂબ પસંદ પડી છે. શાહરુખ ખાનની આ તસવીરો જોઇને તમે પણ ખુશ થઇ જશો. આ હેર સ્ટાઇલની ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ મામલે લોકો નવી ફિલ્મની વાતને લઇને ચર્ચા કરી રહ્યા છે.
આ હેર સ્ટાઇલ કોઇ નવી ફિલ્મ માટે છે કે સ્ટાઇલ છે એ વાતની જાણ હજુ થઇ શકી નથી. બ્લોકબસ્ટર મુવી સિરીઝ ડોનનું ત્રીજો પાર્ટ આ દિવસોમાં પ્રી પ્રોડક્શનના ફેજમાં છે, જેમાં રણવીર સિંહ નજરે પડે છે. સુપરસ્ટાર શાહરુખ ખાનનો આ લુક જોઇને ફેન્સ અસલી ડોન બતાવી રહ્યા છે.
શાહરુખ ખાન આ દરમિયાન મેનેજર પૂજા ડડલાનીની સાથે જોવા મળ્યો. આ તસવીરો હાલમાં ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઇ રહી છે. કિંગ ખાનની આ તસવીરો જોઇને ફેન્સ અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. મુંબઇ એરપોર્ટ પર શાહરુખને જોઇને લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
ફેન્સ શાહરુખ ખાનની અપકમિંગ મુવીને લઇને સુપર એક્સાઇટેડ છે. જો કે શાહરુખ ખાન કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. શાહરુખ સોશિયલ મિડીયામાં પણ એક્ટિવ રહે છે.SS1MS