શાહરુખની દિકરી સુહાના ખાન લક્સની નવી બ્રાન્ડ એમ્બેસેડર બનશે
મુંબઈ, શાહરુખ ખાનની દિકરી સુહાના ખાન લક્સની નવી બ્રાન્ડ એમ્બેસેડર બનશે. આ પહેલાં શાહરુખ ખાન પણ આ બ્રાન્ડ સાથે કામ કરી ચૂક્યો છે.
આ કોઈ સામાન્ય જાહેરખબર જેવી વાત નથી. જે પણ સ્ટાર્સ લક્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે, તેમની કૅરિયર માટે તે એક અગત્યનો પડાવ સાબિત થયો છે. અત્યાર સુધીમાં અનેક હોલીવુડ અને બોલીવુડ સ્ટાર્સ લક્સની એડવર્ટાઈઝમેન્ટમાં જોવા મળ્યા છે અને એ બધાં જ આઇકોનિક બની ગયા છે. લક્સ પોતાની લેગસીના ૧૦૦ વર્ષની ઉજવણી કરી રહ્યું છે.
આ પહેલા શાહરુખ ખાન ઘણી વખત લક્સની એડમાં જોવા મળ્યો છે અને હવે સુહાના ખાન તેનો નવો ચહેરો બનશે. શાહરુખની લક્સ સાથેની સફર ૨૦૦૫માં શરૂ થઈ હતી, જ્યારે તે ગુલાબની પાંદડીઓ ભરેલાં ભાથટબમાં ડૂબેલો જોવા મળતો હતો, જ્યારે હેમા માલિની, કરીના કપુર, શ્રી દેવી અને જૂંહી ચાવલા તેની આસપાસ બેઠેલાં જોવા મળતાં હતાં.
એક ઇન્ટરવ્યૂમાં શાહરુખે આ સેન્શેસનલ એડ વિશે વાત કરતાં કહ્યું હતું કે, હું એ ટબની અંદર જવા મગતો હતો, નહીં કે એક યુવતીને હું બહાર ઉભા રહીને ટબમાં અંદર જતી જોયા કરું. મને લાગે છે કે એક એડ કેવી હોવી જોઈએ તેનો એક પુરુષ તરીકેનો આ બહુ દેખીતો દૃષ્ટિકોણ બની જાત.
પરંતુ મારે તે યોગ્ય રીતે દર્શાવવું હતું. હવે સુહાના ખાનની કૅરિઅર માટે પણ આ એડ એક મહત્વનો માઇલસ્ટન સાબિત થઈ શકે છે. સુહાના એક જાણીતી મેક અપ બ્રાન્ડનો પણ જાણીતો ચહેરો બની ગઈ છે. તેણે ધ આર્ચિઝ સાથે ડેબ્યૂ કર્યું છે.SS1MS