શાહરૂખે માત્ર ૨૫ હજારમાં સાઈન કરી “કભી હા કભી ના”
મુંબઈ, બોલિવુડના કિંગખાન શાહરૂખ ખાનનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ કરતા વધુ સમયથી દબદબો રહ્યો છે. પહેલી ફિલ્મ જ શાહરૂખ ખાનની સુપરહિટ રહી હતી અને ત્યારબાદ એક પછી એક સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો શાહરૂખ ખાને આપી.
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ જેવી ફિલ્મોથી શાહરૂખને ‘કિંગ ઓફ રોમાન્સ’નું ટાઈટલ મળ્યું પરંતું શાહરૂખ ખાનના કરિયરની એક એવી ફિલ્મ છે જે શાહરૂખ ખાનના કરિયરની કલ્ટ ક્લાસિક ફિલ્મ કહેવાય છે જે ફિલ્મ સાઈન કરવાની કહાની છે રસપ્રદ
શાહરૂખ ખાને ટેલિવિઝનથી પોતાની કારકિર્દીથી શરૂઆત કરી હતી. ફૌજી બાદ તેને ‘ઉમ્મીદ’ નામના ટીવી શોમાં કામ કર્યુ હતું. આ શોને પ્રોડ્યુસ કર્યો હતો ‘જાને ભી દો યારો’ ફેમ કુંદન શાહે. આ શાહરૂખ ખાન અને કુંદનનો પહેલો પ્રોજેક્ટ સાથે હતો. તે સમયે શાહરૂખ ખાન અને કુંદન શાહ વચ્ચે ફોર્મલ વાતચીત થતી રહેતી હતી. કુંદન શાહ શાહરૂખ ખાનના કામથી પ્રભાવિત થયા હતા.
કુંદન શાહ શાહરૂખ ખાનની સિરીયલ ‘દૂસરા કેવલ’માં કામથી પ્રભાવિત થયા હતા. શાહરૂખ ખાન ટેલિવિઝન છોડી ફિલ્મોમાં કામ કરવા લાગ્યા. શાહરૂખે ત્યારે ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ ફિલ્મ સાઈન કરી હતી. કુંદન શાહ શાહરૂખને મળવા પહોંચ્યા હતા. શાહરૂખને ખબર પડી કે કુંદન શાહ કોઈ Âસ્ક્રપ્ટ પર કામ કરી રહ્યા છે. શાહરૂખ ખાને તે સ્ક્રીપ્ટ વાંચી અને તેને પસંદ આવી તે ‘કભી હા કભી ના’ની Âસ્ક્રપ્ટ હતી. શાહરૂખ ખાને ‘કભી હા કભી ના’માં કામ કરવાની તૈયારી બતાવી અને થોડા દિવસમાં તેનું શુટિંગ શરૂ કરવાના હતા.
‘કભી હા કભી ના’ નું શુટિંગ શરૂ થાય તે પહેલા શાહરૂખ ખાને હેમામાલિનીની ‘દિલ આશના હૈ’, રાકેશ રોશનની ફિલ્મ ‘કરણ અર્જુન’ સહિતની ૫-૬ ફિલ્મો સાઈન કરી હતી. શાહરૂખ ખાનને આટલો વ્યસ્ત જોઈ પ્રોડ્યુસર કુંદન શાહ ચિંતિત થઈ ગયા.
કુંદન શાહ વિચારતા હતા કે શાહરૂખ હવે તેની ફિલ્મ કરશે કે નહીં કારણ કે કુંદન શાહ અને શાહરૂખ ખાન વચ્ચે આ ફિલ્મ માટે માત્ર મૌખિક વાત થઈ હતી કોઈ લેખિત કરાર થયો નહોતો. એક દિવસ જૂહુની જાણીતી હોટલમાં ‘દીવાના’ ફિલ્મનું મુહૂર્ત શુટિંગ હતી. કુંદન શર્મા પણ ત્યા ગયા પરંતું શાહરૂખ ખાન ભીડથી ઘેરાયેલા હતા.
શાહરૂખે તેનો પહેલો શોટ પૂર્ણ કર્યો ત્યારે કુંદનને મળ્યા. કુંદન શાહે શાહરૂખને પોતાની વ્યથા ઠાલવી. કુંદન શાહે શાહરૂખને પૂછ્યું કે- ‘તું આ સાઈનિંગ લેટર પર સાઈન તો કરીશ ને?’ શાહરૂખ ખાને તેના હાથમાંથી લેટર લીધો અને જમીન પર બેસીને લેટર પર સહી કરી દીધી. ફિલ્મ સાઈન કર્યા બાદ કુંદન શાહે શાહરૂખને ૫ હજાર રૂપિયા એડવાન્સમાં આપ્યા. મહત્વની વાત છે કે શાહરૂખે ‘કભી હા કભી ના’ માટે ૨૫ હજાર રૂપિયા જ લીધા હતા.SS1MS