શાહરુખે પઠાન માટે આશરે ૧૦૦ કરોડની રકમ લીધી
મંુબઈ, બોલીવુડના અભિનેતા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાન ૨૫મી જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ગીતથી લઈ ટ્રેલર પણ રિલીઝ થઈ ચુક્યું છે. આશરે રૂપિયા ૨૫૦ કરોડના ખર્ચથી તૈયાર થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે તે અંગે તો કોઈ જાણતુ નથી પણ આ ફિલ્મમાં શાહરુખ ખાને કેટલા કરોડ લીધે તે અંગે માહિતી મળી છે.
એક્શન અને રોમાંસથી ભરપૂર શાહરુખ ખાનની આ ફિલ્મમાં તેનો કિલર લુક જાેવા મળ્યો છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા ટ્રેલરમાં એક્ટરની ફિટનેસ અને લાંબા વાળએ લોકોનું ધ્યાન ખેચ્યું છે. જાેકે, આ લુકને મેળવવા માટે તેને ૩ મહિનાનો સમય લાગ્યો હતો.
દરમિયાન એક વેબસાઈટના અહેવાલ મૂજબ શાહરુખે ફિલ્મ પઠાન માટે આશરે રૂપિયા ૧૦૦ કરોડની રકમ લીધી છે,જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન આશરે ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત આવી રહ્યો છે, જેને લીધે તે તાજેતરમાં તે મક્કા ઉપરાંત વૈષ્ણો દેવીના દર્શન કરતા જાેવા મળ્યો હતો. આ ઉપરાંત તે નોઈડામાં એક્સપોમાં પણ ભાગ લેતો જાેવા મળ્યો છે. આ ઉપરાંત શાહરુખ ખાન આસ્ક એસઆરકે મારફતે પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન છેલ્લે વર્ષ ૨૦૧૮માં ‘જીરો’માં જાેવા મળ્યો હતો. જે બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. આ ઉપરાંત તે બ્રહ્માસ્ત્ર અને રૉકેટ્રીમાં કૈમિયો કરી ચુક્યો છે. હવે ૨૫ જાન્યુઆરીના રોજ પઠાન રિલીઝ થવા જઈ રહી છે અને આ સંજાેગોમાં દર્શક ખૂબ જ ઉત્સુક છે. ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ઉપરંત જૉન અબ્રાહમ પણ જાેવા મળશે.SS1MS