શાહબાઝ શરીફે UAEને કહ્યું ભારત સાથે દોસ્તી કરાવી દો
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે સ્વીકાર્યું કે, તેઓ ભારત સાથે મંત્રણા કરવા માંગે છે અને આ માટે તેમણે સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને વિનંતી કરી હતી કે, તેઓ વાતચીત માટે ભારતને તૈયાર કરે.
પાકિસ્તાનના અખબાર ડોને આ સંદર્ભમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ મુજબ શાહબાઝ શરીફે ેંછઈને કહ્યું હતું કે, ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તમારા ઘણા સારા સંબંધો છે અને તમે અમારા મુસ્લિમ ભાઈ છો, તેથી અમારી મદદ કરો અને ભારત સાથે અમારી વાતચીત કરો. આ સંદર્ભમાં અલ અરેબિયા ન્યૂઝ ચેનલે પાકિસ્તાનના વડાપ્રધાનના ઈન્ટરવ્યુને પણ બે ભાગમાં પ્રસારિત કર્યો છે.
તેનો બીજાે ભાગ બુધવારે ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં કેટલીક નવી બાબતો સામે આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે, અમે શાંતિ ઈચ્છીએ છીએ અને આ માટે ગંભીર વાતચીત કરવી જરૂરી છે. અમે યુએઈને પણ વચન આપ્યું છે કે, હવે પાકિસ્તાન સંપૂર્ણ ઈમાનદારી સાથે વાતચીત કરવા અને પરિણામ મેળવવા ઈચ્છે છે.
તેઓ ૧૨ જાન્યુઆરીએ અબુ ધાબીમાં શેખ અલ નાહયાનને મળ્યા હતા અને પીએમ બન્યા બાદ આ તેમની ત્રીજી મુલાકાત હતી. ભારત સાથેના યુદ્ધોને યાદ કરતા શરીફે કહ્યું કે, ‘અમે અમારો પાઠ શીખ્યા છીએ અને અમે શાંતિથી જીવવા માંગીએ છીએ’.
શરીફે કહ્યું કે, અમે ગરીબી ખતમ કરવા માંગીએ છીએ. આમારા લોકોને શિક્ષણ આપવું છે, આરોગ્ય સુવિધાઓ અને રોજગાર આપવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે, ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મારો સંદેશ છે કે, આપણે ટેબલ પર બેસીને કાશ્મીર વિવાદ અને અન્ય મુદ્દાઓને ઉકેલવા માટે પ્રામાણિક પહેલ કરવી જાેઈએ.SS!MS