શેરી નાટકનું આયોજન કરી શહેરા પાલિકાએ “સ્વચ્છતા હિ સેવા”ની લોકોને સમજ આપી
(પ્રતિનિધિ) ગોધરા, તા.૧૭/૦૯/૨૦૨૦ તા.૦૨/૧૦/૨૦૨૪ સુધી સ્વચ્છતા પખવાડિયુંનું આયોજન કરવામાં આવ્યુ છે, આ કાર્યક્રમ નો શુભારંભ શહેરા નગરપાલિકા કક્ષાએ માનનીય જેઠાભાઈ આહીર (ભરવાડ) માન.ઉપાધ્યક્ષ ગુજરાત વિધાન સભા અને શહેરા ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો છે
શહેરા નગરપાલિકા ના ટાઉનહોલ ખાતે સ્વરછતા શપથ અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામા આવ્યુંતેમજ શહેરા નગરપાલિકા વિસ્તાર ગોધરા લુણાવાડા મેઈન હાઈવે રોડ ની સફાઈ ની શરૂઆત કરવામાં આવી હતી.
ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ, વોટર બોડીસ/ નાળાની સફાઈ અને ખુલ્લા પ્લોટ, તેમજ અલગ અલગ વોર્ડ મા રાત્રિ સફાઈ ની કામગીરી કરવા માં આવે છે શહેરા નગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમ બનાવીને દરેક બોર્ડમાં સુપરવિઝન થી સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે અલગ અલગ અઠવાડિક થીમનું આયોજન કરે છે
તેમજ ૈંઈઝ્ર લોગ જાગૃતિ પ્રવૃતિ માં સ્વચ્છતા રેલી, યોગશિબિરનુંઆયોજન, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, મેરેથોન ઇવેન્ટ/ સ્વચ્છતા શપથ, વોલ પેઇન્ટિંગ (મ્યુરલ) ડ્રાઇવ, સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન , સફાઈમિત્રસુરક્ષાશિબિર એક પેડ માં કે નામ – વૃક્ષારોપણ ઝુંબેશ, સ્વચ્છ , શેરી નાટક(નુક્કડ નાટક), જેમાં શેરી નાટક(નુક્કડ નાટક)નું આયોજન કરવામાં આવ્યું