૭ વર્ષ બાદ સાથે કામ કરી શકે છે શાહિદ અને કરીના
મુંબઈ, ૨૦૦૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જબ વી મેટ’એ શાહિદ કપૂર, કરીના કપૂર અને ફિલ્મના ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીના જીવનમાં ઘણો બદલાવ લાવ્યો હતો. આ ફિલ્મ માત્ર બોક્સ ઓફિસ પર જ હિટ રહી ન હતી, પરંતુ વિવેચકોએ પણ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી. કરીનાને આજ સુધી આ ફિલ્મમાં તેમના રોલ માટે યાદ કરવામાં આવે છે.
હવે સાંભળવા મળી રહ્યું છે કે ૧૬ વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. રિપોર્ટ મુજબ, આ દિવસોમાં ફિલ્મ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. રાજ મહેતા ફિલ્મને પ્રોડ્યુસ કરશે અને ટૂંક સમયમાં ઈમ્તિયાઝ અલી પણ તેમાં જાેડાઈ શકે છે. એવી ચર્ચા છે કે મેકર્સ આ અંગે કરીના કપૂર અને શાહિદ કપૂર સાથે પણ વાત કરી રહ્યા છે. જાે બંને આ ફિલ્મ માટે સહમત થાય તો શાહિદ-કરીના ૭ વર્ષ પછી એક વખત સાથે કામ કરતા જાેવા મળી શકે છે.
બંનેએ છેલ્લે ૨૦૧૬માં રિલીઝ થયેલી ‘ઉડતા પંજાબ’માં સાથે કામ કર્યું હતું. જાે કે, બંનેએ ફિલ્મમાં સ્ક્રીન સ્પેસ શેર કરી નથી.ફિલ્મ જબ વી મેટ’ની સિક્વલ વિશે ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે આ વર્ષે મુંબઈના કેટલાક થિયેટરોમાં ફિલ્મ ફરીથી રિલીઝ થઈ. આ પ્રસંગે ચાહકોનો ઉત્સાહ જાેઈને નિર્માતાઓએ તેની સિક્વલ બનાવવાનું નક્કી કર્યું.
ફિલ્મમાં કરીનાનું પાત્ર ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ તેમની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાંથી એક માનવામાં આવે છે અગાઉ, જ્યારે શાહિદને પૂછવામાં આવ્યું હતું કે શું તે તેની સિક્વલ પર કામ કરશે તો તેમણે કહ્યું હતું કે તે સ્ક્રિપ્ટની ગુણવત્તા પર આધારિત છે. જાે તે મૂળ ફિલ્મની વાર્તા સાથે મેળ ખાશે તો હું ચોક્કસ કરીશ.SS1MS