Western Times News

Gujarati News

શાહિદે એક મિનિટમાં ડાન્સ અને એક્શનથી જમાવ્યો રંગ

મુંબઈ, હિન્દી સિનેમાજગતનો એક વર્સટાઈલ એક્ટર શાહિદ કપૂર છે અને તેણે આ તેની ઘણી ફિલ્મોમાં સાબિત કર્યું છે. બોલીવૂડમાં એન્ટર થયો ત્યારે રોમાન્ટિક ચોકલેટ બાય હતો, પણ પછીથી તેણે પોતાની ઈમેજ બદલી એક્શન હીરોની કરી અને બન્નેમાં તે હીટ ગયો.

સારા અભિનેતા સાથે શાહિદ સારો ડાન્સર છે ત્યારે શામકદાવર સ્કૂલનો આ સ્ટૂડન્ટ ફરી પોતાની ડાન્સિંગ અને એક્ટિંગ સ્કીલ બતાવવા આવી રહ્યો છે. શાહિદની ફિલ્મ દેવાનું ટીઝર લાંચ થયું છે અને એકાદ મિનિટમાં તો શાહિદે ધમાલ કરી નાખી છે.

ટીઝર પરથી દેવા એક એક્શનપેક ફિલ્મ હોય તેમ લાગે છે અને શાહિદ પોલીસની ભૂમિકામાં હોવાનું જમાય છે. રોશન એન્ડ્રસને આ પ્રકારનું ટીઝર બનાવવા માટે પણ દાદ આપવી પડે. કોઈ ડાયલાગ્સ નથી કે સ્ટોરીનો એક અંશ પણ ખબર પડતી નથી, માત્ર શાહીદના ડાન્સિંગ સ્ટેપ્સ અને એક્શન છે અને બન્ને એટલા દમદાર છે કે ફિલ્મ જોવાની ઈચ્છા થઈ જાય.

૩૧મી જાન્યુઆરીએ રિલિઝ થનારી આ ફિલ્મ તેરી બાતોંમે ઐસા ઉલઝા જીયા બાદ આવેલી ફિલ્મ છે. તેની બાતોંમેમાં શાહિદનો અલજ અવતાર હતો. તેમના ડાન્સર તરીકે તે પાછો જોવા મળ્યો હતો. તે પહેલા કબીર સિંહ, ઉડતા પંજાબ અને બ્લડી ડેડીમાં શાહીદનું અલગ જ રૂપ હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.