ફેન્સ માટે બોડીગાર્ડ પર ગુસ્સે થઈ ગઈ શહેનાઝ

મુંબઈ, બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ અત્યારે એક ઈવેન્ટ માટે દુબઈ ગઈ છે. શહેનાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે દુબઈમાં તેના ફેન્સ સાથે સેલ્ફી લઈ રહી છે. પરંતુ આ વીડિયોમાં શહેનાઝ ગિલે જે કર્યું તેના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે, શહેનાઝનો બોડીગાર્ડ તેને બચાવવા માટે ફેન્સને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શહેનાઝ બોડીગાર્ડ પર ખીજાઈ જાય છે અને તેને રોકે છે. ત્યારપછી તે દરેક ફેન સાથે એક-એક કરીને સેલ્ફી લે છે.
શહેનાઝ ગિલના એક ફેનપેજ દ્વારા આ વીડિયો ટિ્વટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે શહેનાઝ ઓરેન્જ આઉટફિટમાં સુંદર લાગી રહી છે. તેની આસપાસ ફેન્સનું ટોળું ભેગું થઈ જાય છે અને બધા જ સેલ્ફી માટે પડાપડી કરી રહ્યા હોય છે.
શહેનાઝ તે સમયે લિફ્ટની રાહ જાેઈને ઉભી હતી. શહેનાઝને આ પ્રકારે ફેન્સ વચ્ચે ઘેરાયેલી જાેઈને બોડીગાર્ડ્સ વચ્ચે આવે છે અને તેમને હટાવવાનો પ્રયત્ન કરે છે. આ જાેઈને શહેનાઝ ગુસ્સે થઈ જાય છે. શહેનાઝ બોડીગાર્ડને જણાવે છે કે, રિલેક્સ થઈ જાઓ, શું થયું છે, તમને તકલીફ શું છે. મારે મારા ફેન્સ સાથે સેલ્ફી લેવી છે.
શહેનાઝની આ વાત સાંભળીને ફેન્સ તાળીઓ પાડે છે અને લવ યુ શહેનાઝ એમ બૂમો પાડવા લાગે છે. શહેનાઝ બોડીગાર્ડ્સને કહે છે કે, તમે ચિંતા કેમ કરી રહ્યા છે. તેઓ અહીં શું કરવા આવ્યા છે? માત્ર ફોટો લેવા જ તો આવ્યા છે. ત્યારપછી શહેનાઝ ફેન્સને જણાવે છે કે, દરેકને ફોટો મળશે.
હું અહીં જ છું. ત્યારપછી ફેન્સ એક એક કરીને આવે છે અને શહેનાઝ સાથે સેલ્ફી લે છે. આ વીડિયો પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, અમને તારા પર ગર્વ છે. શહેનાઝ ફેન્સની ફીલિંગને સમજે છે. ઈશ્વર હંમેશા તેને ખુશ રાખે અને તેની સુરક્ષા કરે. અન્ય એક યુઝરે લખ્યું કે, આ જ કારણે શહેનાઝને હું પસંદ કરુ છું. તે પોતાના ફેન્સનું સન્માન જાળવી રાખે છે. તે પ્રેમનું મૂલ્ય સમજે છે.
શહેનાઝ હંમેશા આમ જ રહેજાે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, શહેનાઝ ગિલ દિલજીત દોસાંઝ અને સોનમ બાજવા સાથે હોંસલા રખ ફિલ્મમાં જાેવા મળી હતી. હવે તે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ સિવાય તે જાેન અબ્રાહમ, રિતેશ દેશમુખ અને નોરા ફતેહી સ્ટારર એક ફિલ્મમાં પણ જાેવા મળશે.SS1MS