Western Times News

Gujarati News

શહનાઝ ગિલે ૬ મહિનામાં ૧૨ કિલો વજન ઘટાડ્યું

મુંબઈ, શહનાઝ ગિલ, જે ઘણી વખત પોતાની બબલી સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે, તે આજે ફિટનેસમાં તે દિગ્ગજ અભિનેત્રીઓને પાછળ છોડી દે છે. જાેકે, શહનાઝ હંમેશા આવી દેખાતી ન હતી.

એક સમય હતો જ્યારે તે ગોળમટોળ દેખાતી હતી. પરંતુ પછી તેણે સખત મહેનત કરી અને માત્ર ૬ મહિનામાં ૧૨ કિલો વજન ઘટાડ્યું. પોતાની ફિટનેસ વિશે શહનાઝ ગિલ કહે છે કે, તેણે વજન ઘટાડવાને પડકાર તરીકે લીધો હતો. તેણે કહ્યું કે, ‘જ્યારે હું બિગ બોસના ઘરમાં હતી, ત્યારે મારી જાડી હોવાને કારણે ઘણી વખત મારી મજાક ઉડાવવામાં આવી હતી. પછી મેં પાતળા થઈને લોકોને બતાવવાનું વિચાર્યું.

તેથી, લોકડાઉન દરમિયાન જ વજન ઘટાડવાનો ર્નિણય કર્યો. શહનાઝે જણાવ્યું કે, વજન ઘટાડવા માટે સૌથી પહેલા તેણે ઘણી વસ્તુઓ ખાવાનું બંધ કર્યું. તે માંસ, ચોકલેટ અને આઈસ્ક્રીમથી દૂર રહેતી હતો. તે દરરોજ માત્ર એક કે બે વસ્તુઓ જ ખાતી હતી. શહેનાઝ લંચમાં દાળ અને મગ ખાતી હતી. તે ખૂબ જ ઓછો ખોરાક લેતી હતી. જાે શહેનાઝને બે રોટલીની ભૂખ હોય તો તે એક જ રોટલી ખાતી હતી.

તેનું કહેવું છે કે તેણે વજન ઘટાડવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. માર્ચના લોકડાઉન દરમિયાન શહેનાઝ ગિલનું વજન ૬૭ કિલો હતું. ૬ મહિનાથી ઓછા સમયમાં તેણે સખત મહેનત કરીને પોતાનું વજન ૫૫ કિલો સુધી ઘટાડી દીધું. મતલબ કે શહનાઝે આટલા ઓછા સમયમાં ૧૨ કિલો વજન ઘટાડ્યું. તેણે પોતાના ખોરાક પર નિયંત્રણ રાખીને પોતાનું વજન ઘટાડ્યું.

જાેન અબ્રાહમ, મંદિરા બેદી અને આદિત્ય પંચોલીની દીકરી સના પંચોલીના ફિટનેસ એક્સપર્ટ પ્રશાંત મિસ્ત્રીએ વજન ઘટાડવા માટે પ્રોપર ડાયટ માટે ટિપ્સ આપી છે. તેણે સવારથી સાંજ સુધી શું ખાવું અને શું ન ખાવું તે જણાવ્યું, જેથી વજન નિયંત્રણમાં રહે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.