શાહરૂખ અને સુહાનાની ‘કિંગ’નું સુકાન સિદ્ધાર્થ આનંદને સોંપાયું
મુંબઈ, જ્યારથી શાહરૂખ અને સુહાના ખાનની ફિલ્મ ‘કિંગ’ની જાહેરાત થઈ ત્યારથી આ અંગે સતત ચર્ચા થતી રહી છે. શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન અને સુહાના ખાનની આ ફિલ્મ અંગે હવે નવી અપડેટ આવી રહી છે. પહેલાં આ ફિલ્મ ‘કહાની’ના ડિરેક્ટર સુજોય ઘોષ ડિરેક્ટ કરવાના હોવાની ચર્ચા હતી.
જ્યારે હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મ શાહરૂખની ‘પઠાણ’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરશે.આ અહેવાલો મુજબ “હિન્દી સિનેમામાં સિદ્ધાર્થ આનંદ અને શાહરૂખ ખાનની જોડી જાણીતી છે. હવે તેઓ કિંગમાં પણ સાથે કામ કરશે. છેલ્લા છ મહિનાથી આ એક્શન ફિલ્મ માટે કામ ચાલે છે.
સિદ્ધાર્થ આનંદ અને તેમની ટીમ દ્વારા દુનિયાભરના વિવિધ સ્થળોની રેકી કરવામાં આવી છે અને વિશ્વપ્રસિદ્ધ સ્ટંટ ડિરેક્ટર સાથે મળીને વિવિધ સ્ટંટ ડિઝાઇન કરવામાં આવ્યા છે.”
આ ફિલ્મનું કામ માર્ચ ૨૦૨૫માં શરૂ થશે. શાહરૂખે અને સિદ્ધાર્થ આનંદે ૨૦૨૩માં પઠાણ ફિલ્મ બનાવી હતી અને આ ફિલ્મ હિન્દી સિનેમાની પહેલી એવી ફિલ્મ હતી જે ૫૦૦ કરોડ કમાઈ હતી.
જ્યારે આ ફિલ્મમાં સુજોય ઘોષની ભૂમિકા અંગે સૂત્રો દ્વારા મળતી માહિતીને આધારે “સુજોય ઘોષ અને સિદ્ધાર્થ આનંદ સાથે મળીને સુરેશ નાયર અને સાગર પંડ્યાએ આ ફિલ્મ લખી છે. જ્યારે અબ્બાસ ટાયરવાલાએ આ ફિલ્મના ડાયલોગ લખ્યા છે.”સૂત્રોના જણાવ્યા અનુસાર, “આ હિન્દી સિનેમાની સૌથી પ્રચંડ એક્શન સીન ધરાવતી એક્શન ફિલ્મ છે.
શાહરૂખ અને સિદ્ધાર્થે આ ફિલ્મ માટેના એક્શન સીન દુનિયાભરના દેશોમાં શૂટ કરવાનું નક્કી કર્યું છે. તેમણે આ માટે પડદા પર ક્યારેય નહીં જોવાયેલાં સ્થળો પસંદ કર્યાં છે. શાહરૂખ અને સિદ્ધાર્થ આનંદ સ્ક્રીપ્ટથી ઘણા ખુશ છે.”
આ ફિલ્મનું શીડ્યુલ ૬થી ૭ મહિનાનું છે અને દુનિયાભરના દેશોમાં તેનું શૂટિંગ થવાનું છે. શૂટિંગ પૂરું થયા પછી ફિલ્મને ફાઈનલ કરવામાં ત્રણેક મહિના લાગશે. તેથી આ ફિલ્મ ૨૦૨૬માં રિલીઝ થવાની શક્યતા છે. ફિલ્મની કાસ્ટ તો મોટા ભાગે નક્કી થઈ ગઈ છે, જોકે, હજુ લીડ રોલ માટે કોઈ હિરોઇન શોધવાની બાકી છે.SS1MS