નાના પડદા પર શાહરૂખ નાઈસનેસ અને નેચુરલીઝમ નથી લાવી શકતો
મુંબઈ, બોલીવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાને હાલમાં એક નવો ટોક શો ‘ધ ઈન્વિન્સીબલ વિથ અરબાઝ ખાન’ લોન્ચ કર્યો છે. આ શોમાં અરબાઝ ફિલ્મી સિતારાઓથી વાતચીત કરે છે અને તેમનાં અંગત જીવન વિશે પ્રશ્નો પુછે છે. હાલમાં જ અરબાઝે કહ્યું હતું કે, ‘આ શોને અમિતાભ બચ્ચન અને સલમાન ખાન વધારે સારી રીતે હોસ્ટ કરી શકે છે. જયારે શાહરૂખ ખાનના હોસ્ટિંગ સ્કિલ પર અરબાઝે સવાલ ઉઠાવ્યા હતા. અરબાઝે કહ્યું કે, ‘નાના પડદા પર શાહરૂખ નાઈસનેસ અને નેચુરલીઝમ નથી લાવી શકતા.’
અરબાઝના ટોક શો પર ઘણાં એક્ટર્સ આવી ચુક્યા છે જેમાં હેલન અને જાવેદ અખ્તર પણ સામેલ છે. શો દરમિયાન અરબાઝે પુછેલા સવાલોના આ એક્ટર્સોએ ખુલીને જવાબ પણ આપ્યા હતા. એક ઇન્ટરવ્યુ દરમિયાન અરબાઝે શો હોસ્ટિંગને લઈને શાહરૂખ ખાન વિશે વાત કરી છે. અરબાઝે કહ્યું કે, ‘સલમાન ખાને ‘દસ કા દમ’ શોથી બાઉન્સ કર્યું અને અમિતાભ બચ્ચન ‘કોન બનેગા કરોડપતિ’ ને શાનદાર રીતે હોસ્ટ કરી રહ્યા છે.
આ ટેલિવિઝન રિયાલિટી શો પછી તેમનું ફિલ્મી કરિયર પણ રિવાઇન્ડ થયું હતું, પરંતુ શાહરૂખ ખાન તે કરી શક્યો નહીં. અરબાઝે કહ્યું કે ‘હોસ્ટિંગમાં શાહરૂખ ખાન અમિતાભ બચ્ચનની સરખામણી ન કરી શકે. ‘ શાહરૂખે કેબીસીની એક સીઝન હોસ્ટ કરી હતી, પણ તે શોને વધારે ટીઆરપી ન મળી હતી, પણ જયારે જયારે અમિતાભ બચ્ચને તે શોને હોસ્ટ કર્યો ત્યારે ત્યારે તે શોને ખુબ પસંદ કરવામાં આવ્યો છે. અરબાઝે કહ્યું કે, ‘મને લાગે છે કે શાહરૂખ ટીવી પર તે નાઈસનેસ અને નેચુરલીઝમ બતાવી શક્યો નથી. લોકોને તે ફેક અને બનાવટી લાગ્યો હશે. વાત એ છે કે તમે ટીવી પર ફેક ન બની શકો. તે માટે તો તમારે અમિતાભ બચ્ચન જેવા સ્માર્ટ થવું પડે. SS2.PG