શાહરૂખને હોરર કોમેડી નથી કરવી, ‘ચામુંડા’ની ઓફર રિજેક્ટ કરી
મુંબઈ, ઓડિયન્સને હોરર કોમેડી પસંદ આવી રહી હોવાથી ફિલ્મ મેકર્સે આ જોનર તરફ દોટ લગાવી છે. હોરર કોમેડી જોનર પોતાનો દબદબો ટકાવી રાખવાના હેતુથી દિનેશ વિજાનની મેડ્ડોક ફિલ્મ્સે ૨૦૨૮ના વર્ષ સુધીનું આયોજન જાહેર કરી દીધું છે.
વિજાન પોતાની આગામી ફિલ્મ ‘ચામુંડા’માં શાહરૂખને લીડ રોલમાં લેવા માગતા હતા. જો કે શાહરૂખે જાણીતા બનેલા હોરર કોમેડી યુનિવર્સમાં કામ કરવાના બદલે દિનેશ વિજાનને યુનિક પ્રોજેક્ટ શોધવા કામે લગાડી દીધાં છે. નવી જોનર વિકસાવીને ળેશ કન્સેપ્ટ સાથે મેડ્ડોક અને વિજાન સાથે કામ કરવા શાહરૂખે તૈયારી બતાવી છે.
‘સ્ત્રી ૨’ની ઐતિહાસિક સફળતા પછી મેડ્ડોક ફિલ્મ્સના દિનેશ વિજાનનો આત્મવિશ્વાસ ટોચ પર છે. તેઓ કિંગ ખાન સાથે બંધબારણે અનેક બેઠકો કરી ચૂક્યા છે અને કિંગને પોતાના યુનિવર્સના રાજા બનાવવા માગે છે. આ બેઠકો વખતે ડાયરેક્ટર અમર કૌશિક પણ હાજર રહ્યા હતા.
પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સાથે શાહરૂખે સંખ્યાબંધ પ્રોજેક્ટ પર ચર્ચા કરી છે. હોરર કોમેડી ઉપરાંત ફેન્ટસી અને એડવેન્ચર જોનરમાંથી શાહરૂખની પસંદગી અંગે ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. શાહરૂખ સાથે લાંબી ચર્ચા બાદ ‘ચામુંડા’ ઓફર થઈ હતી, જે ૨૦૨૬માં રિલીઝ થવાની છે. આ ફિલ્મથી હોરર કોમેડી યુનિવર્સનો વ્યાપ વધારવાનું આયોજન છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ નક્કી હોવાનું મનાય છે.
આલિયા સાથે કામ કરવા શાહરૂખ સરળતાથી તૈયાર થઈ જશે, તેમ મનાતું હતું. શાહરૂખના સ્ટારડમની મદદથી હોરર કોમેડી યુનિવર્સનું ભવિષ્ય વધારે સલામત બનશે તેવું વિજાનને લાગ્યુ હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, શાહરૂખ ખાને અગાઉથી જાણીતા બનેલા યુનિવર્સમાં જોડાવાની અનિચ્છા દર્શાવી છે. મેડ્ડોક અને અમર કૌશિકને શાહરૂખે નવી જોનરના નવા યુનિવર્સની રચના કરવા કહ્યું છે.
શાહરૂખના ઈનકાર બાદ વિજાને અન્ય સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરી હતી. જો કે શાહરૂખને પસંદ આવે તેવો પ્રોજેક્ટ હજુ તૈયાર થયો નથી.SS1MS