શાહરુખને મળી હીરો-હીરોઈનના પપ્પાનો રોલ કરવાની સલાહ

યુઝરે કહ્યું પઠાણ ફિલ્મનો પ્રથમ ભાગ જ સારો લાગ્યો
મુંબઈ,બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાનના અભિનયની સાથે સાથે મજાકિયા અંદાજના પણ લોકો ખૂબ વખાણ કરતા હોય છે. ઈન્ટર્વ્યુ હોય કે સોશિયલ મીડિયા, શાહરુખ ખાન અમુક વાર પ્રશ્નોના એવા જવાબ આપતો હોય છે કે તે વાયરલ થઈ જાય છે અને લોકો તેના ખૂબ વખાણ પણ કરે છે.
પાછલા થોડા સમયમાં શાહરુખ ખાને ટિ્વટર પર #AskSrk નામથી અવારનવાર ઘણાં સેશન્સ આયોજિત કર્યા, જ્યાં તે ૧૦-૧૫ મિનિટ સુધી ફેન્સના પ્રશ્નોના જવાબ આપતો હોય છે. આજે પણ તેણે આવી રીતે વાતચીત કરી હતી. આ સેશન દરમિયાન એક યુઝરે શાહરુખ ખાનને પૂછ્યું કે, તમે આ રીતે હીરોનો જ રોલ કરતા રહેશો કે ક્યારેક ફિલ્મમાં હીરો અથવા હીરોઈનના પપ્પાનો બનવાનો પણ પ્લાન છે?
Tum baap bano…main hero hi theek hoon. https://t.co/E7UfidumyN
— Shah Rukh Khan (@iamsrk) February 4, 2023
આ પ્રશ્નના ઉત્તરમાં શાહરુખ ખાને લખ્યું કે, તમે બાપ બનો, હું તો હીરો જ બરાબર છું. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે, શાહરુખ ખાન પઠાણ ફિલ્મનો પ્રથમ ભાગ સારો હતો, પણ બીજાે ભાગ નિરાશાજનક હતો. આ વિશે તમારુ શું કહેવું છે? આ સાંભળીને શાહરુખ ખાને કહ્યું કે, કંઈ વાંધો નહી. દરેકની પોતાની આગવી પસંદ હોય છે.
તમે પઠાણ ફિલ્મનો પ્રથમ ભાગ જાેઈ લેજાે અને પછી બીજા ભાગના સમયમાં ઓટીટી પર કોઈ બીજી ફિલ્મ જાેઈ લેજાે. પઠાણ ફિલ્મના કલેક્શન વિશે શાહરુખ ખાને લખ્યું કે, ૫૦૦૦ કરોડ પ્યાર, ૩૦૦૦ કરોડ વખામ. ૩૨૫૦ કરોડ હગ્સ…૨ બિલિયન સ્માઈલ અને હજી તેમાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર રીલિઝ થઈ ગઈ છે.
વિવાદોના વંટોળ વચ્ચે રીલિઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી છે. વર્લ્ડવાઈડ ફિલ્મ ૭૦૦ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. ફિલ્મના કલેક્શને અનેક રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મ માટે શાહરુખ ખાને વધારે પ્રમોશન પણ નથી કર્યું. શાહરુખ ખાન અને ટીમ કોઈ પણ રિયાલિટી શૉ કે પબ્લિક ઈવેન્ટમાં ફિલ્મ માટે પ્રમોશન નથી કર્યું.
ફિલ્મના ગીત બેશરમ રંગને કારણે ઘણો વિવાદ થયો હતો. ફિલ્મનો બહિષ્કાર કરવાની પણ માંગ ઉઠી હતી, પરંતુ તેમ છતાં બોક્સઓફિસ પર તેની અસર જાેવા નથી મળી.ss1