શાહરૂખ હિન્દુ કે મુસ્લિમ નહી, ભારતીય ધર્મમાં માને છે

મુંબઈ, બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે આંતરધાર્મિક લગ્ન કર્યા છે, અને તેમના ધર્મ પર ઘણીવાર પ્રશ્નો ઉભા થયા છે. કરીના કપૂર-સૈફ અલી ખાન અને શાહરૂખ ખાન-ગૌરી ખાનની જેમ. શાહરૂખ મુસ્લિમ છે, જ્યારે ગૌરી હિન્દુ છે. પરિવારમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્માેનું પાલન કરવામાં આવે છે અને દરેક તહેવારને મહત્વ આપવામાં આવે છે.
પરંતુ જ્યારે શાહરુખ ખાનની પુત્રી સુહાનાએ તેને પૂછ્યું કે તે કયા ધર્મની છે, ત્યારે કિંગ ખાને સમજાવ્યું કે આપને ભારતીય છીએ.શાહરુખે કહ્યું હતું કે, ‘અમે હિન્દુ અને મુસ્લિમ વિશે બિલકુલ વાત કરી નથી.’ મારી પત્ની હિન્દુ છે, હું મુસ્લિમ છું. અને મારા બાળકો ભારતીય છે.
જ્યારે સુહાનાએ તેના ધર્મ વિશે પૂછ્યું, ત્યારે શાહરુખે તેના સ્કૂલ ફોર્મમાં આ ભર્યું હતું.ત્યારબાદ શાહરુખે પુત્રી સુહાનાની શાળાનો એક કિસ્સો સંભળાવ્યો. જ્યારે સુહાનાને સ્કૂલ ફોર્મમાં ધર્મ ભરવાનું કહેવામાં આવ્યું ત્યારે શાહરુખે તેને કેવી રીતે સમજાવ્યું.
શાહરુખે કહ્યું હતું કે, ‘બાળકો જ્યારે શાળાએ જાય છે, ત્યારે તેમણે પોતાના ધર્મ વિશે ફોર્મ ભરવું પડે છે.’ તો જ્યારે મારી દીકરી નાની હતી, ત્યારે તેણે એક વાર આવીને મને પૂછ્યું, ‘પપ્પા, આપણે કયા ધર્મના છીએ?’ મેં તેમાં ફક્ત એટલું જ લખ્યું હતું કે આપણે ભારતીય છીએ, મિત્ર, આપણો કોઈ ધર્મ નથી. અને એવું ન થવું જોઈએ.SS1MS