Western Times News

Gujarati News

શાહરૂખ ખાન પહેલીવાર દેશના અબજોપતિઓની યાદીમાં સામેલ

મુંબઈ, બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પહેલીવાર દેશના અબજોપતિઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે. ભારતીય મનોરંજન ઉદ્યોગના બાદશાહ શાહરૂખ ખાનને ૭૩૦૦ કરોડની સંપત્તિ સાથે પ્રથમ વખત હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૪માં સામેલ કરવામાં આવ્યો છે.

કિંગ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં પોતાની ભાગીદારીને કારણે આ યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન, જુહી ચાવલા અને ફેમિલી, કરણ જોહર અને રિતિક રોશન પણ પહેલીવાર આ લિસ્ટમાં સામેલ થયા છે. હુરુન ઈન્ડિયાના મતે, વિશ્વના સૌથી મોટા ફિલ્મ નિર્માતા ઉદ્યોગમાંથી આ વખતે જે લોકો અમીરોની યાદીમાં સામેલ થયા છે, તેઓ માત્ર અભિનય દ્વારા જ નહીં પરંતુ પોતાના પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના સ્થાપક ૫૮ વર્ષીય શાહરૂખ ખાન પહેલીવાર આ યાદીમાં સામેલ થયા છે અને તેમની કુલ સંપત્તિ ૭૩૦૦ કરોડ રૂપિયા છે. તેમના પ્રોડક્શન હાઉસે ઘણી મોટી અને સફળ ફિલ્મો બનાવી છે.

હુરુન ઈન્ડિયાએ કહ્યું કે, આઈપીએલ ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને કારણે શાહરૂખ ખાનની સંપત્તિમાં પણ વધારો થયો છે, જે એક સફળ ળેન્ચાઈઝી છે.

હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે કહ્યું કે, ક્રિકેટ અને ફિલ્મો ભારતના હૃદયની ધબકારા છે. આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં હોલ્ડિંગ વેલ્યુને કારણે ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનને પ્રથમ વખત હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. જુનૈદે કહ્યું કે, મનોરંજન ઉદ્યોગના સાત લોકોએ, જેમને પહેલીવાર હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમણે એક વર્ષમાં ૪૦,૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ઉમેરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.