શાહરુખ ખાનની પોનીટેલ પર ફેન્સની નજર અટકી ગઇ
સુપર કુલ લુક જોઇને ફિદા થઇ જશો
કિંગ ખાન એરપોર્ટ લુકમાં રિપ્ડ જીન્સની સાથે ટી-શર્ટ પહેરી હતી
શાહરુખ ખાને એરપોર્ટ પર આ હટકે રીતે મારી એન્ટ્રી
મુંબઈ, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર શાહરુખ ખાન હંમેશા લાઇમલાઇટ રહે છે. શાહરુખ ખાન એની એક્ટિંગ સિવાય એના અંદાજથી પણ લોકો દિલમાં રાજ કરે છે. શાહરુખ ખાનને જોઇને પૈપરાઝી પણ જાણે એકદમ એલર્ટ થઇ ગયા હોય એવું લાગ્યુ. પૈપરાઝીએ શાહરુખનની આગવી અદાઓ કેમેરામાં કેદ કરી લીધી છે. હાલમાં શાહરુખ ખાનની આ લેટેસ્ટ તસવીરો વાયરલ થઇ રહી છે.
આ તસવીરોએ ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે. કિંગ ખાન મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો. કિંગ ખાન જેમ કારની નીચે ઉતર્યો એમ તરત જ પૈપરાઝી એની તસવીરો ક્લિક કરવા લાગ્યા. પૈપરાઝીએ શાહરુખ ખાનની એકથી એક તસવીરો મસ્ત ક્લિક કરી. શાહરુખ ખાનની સાથે એની મેનેજર પૂજા દદલાની પણ નજરે પડી હતી. શાહરુખ ખાનની આ નવી તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે.
કિંગ ખાનની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે. શાહરુખ ખાનની તસવીરો જોઇને એક ફેને લખ્યુ છે કે અમારા દિલનો કિંગ છે, જ્યારે એક ફેને લખ્યુ છે કે દુનિયાનો સૌથી મોટો એક્ટર. આમ, વાત કરવામાં આવે તો શાહરુખનો ફેન્સ વર્ગ બહુ મોટો છે.
શાહરુખની તસવીરો અને વિડીયો હંમેશા ફેન્સને પસંદ પડે એવા હોય છે. શાહરુખના વિડીયો પણ એકદમ દમદાર હોય છે. કિંગ ખાન એરપોર્ટ લુકમાં રિપ્ડ જીન્સની સાથે ટી-શર્ટ પહેરી હતી. શાહરુખ ખાનની પોનીટેલ પર ફેન્સની નજર ટકી ગઇ છે. હંમેશા કિંગ ખાનનો સુપર-ડુપર અંદાજ ફેન્સને ઘાયલ કરી દે એવો હોય છે. શાહરુખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે ડંકી મુવીમાં જોવા મળ્યો હતો.
આ ફિલ્મ ૨૦૨૩માં મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ હતી. આ પહેલાં શાહરુખની જવાન મુવીએ ધૂમ મચાવી દીધી હતી. જવાન મુવીએ અનેક રેકોર્ડ તોડીને છપ્પરફાડ કમાણી કરી હતી. આમ, વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૩ શાહરુખ ખાન માટે સુપર હિટ રહ્યુ હતુ. વર્ષ ૨૦૨૩માં શાહરુખ ખાનની ત્રણ ફિલ્મો બોક્સઓફિસ પર સુપર હિટ રહી હતી.ss1