Western Times News

Gujarati News

શાહરૂખની પુત્રી જીમમાં ખૂબ પરસેવો પાડી રહી છે

મુંબઈ, સુહાના ખાન પોતાની બીજી ફિલ્મ કિંગ માટે જોરદાર તૈયારી કરી રહી છે. જીમમાં પરસેવો પાડી રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કિંગ ફિલ્મમાં સુહાના સાથે તેના પિતા શાહરુખ ખાન પણ જોવા મળશે.આમ તો શાહરુખ ખાન અને ગૌરી ખાનની દિકરી સુહાના ખાન ધ આર્ચીજ ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી ચૂકી છે.

પરંતુ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી. હવે તે પોતાની અપકમિંગ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થશે. જેમાં તેની સાથે તેના પિતા શાહરુખ ખાન પણ જોવા મળશે. આ ફિલ્મનું નામ કિંગ છે અને સુહાના જેના માટે તૈયારીઓ કરી રહી છે. તેનો જીમમાં વર્કઆઉટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.

જીમમાં ભારેભરખમ વજન ઉપાડી રહી છે અને ખુબ પરસેવો પણ પાડી રહી છે. આ વીડિયો જોયા બાદ ચાહકો કહી રહ્યા છે કે, સુહાનાને આવી રીતે વર્કઆઉટ કરતા પહેલી વખત જોઈ છે.આ વીડિયો પર સુહાનાની કઝિન આલિયા છિબ્બાએ કોમેન્ટ કરી છે.

ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. એકે લખ્યું પુલ અપ ખતરનાક છે. તે કઈ રીતે કર્યું તો કેટલાક લોકો તેની સુંદરતાની સાથે ફિટનેસના પણ વખાણ કરી રહ્યા છે.કિંગ ફિલ્મની વાત કરીએ તો જાન્યુઆરી ૨૦૨૫માં આવી શકે છે.

યૂરોપમાં શૂટિંગ થશે. ડાયરેક્શન સુજોય ધોષ કરશે અને પ્રોડ્યુસર ગૌરી ખાન અને સિદ્ધાર્થ આનંદ છે. શાહરુખ અને સુહાના સિવાય અભિષેક બચ્ચન, અભય વર્મા પણ જોવા મળશે.

આ ફિલ્મ ઈદ ૨૦૨૬માં રિલીઝ થઈ શકે છે.શાહરુખ ખાને ગત્ત વર્ષે બોક્સ ઓફિસ પર કબજો કરી લીધો હતો. તેની ૩ ફિલ્મ રિલીઝ થઈ હતી. પઠાણ, જવાન અને ડંકી. આ સિવાય સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ૩માં કેમિયો કર્યાે હતો.

આ વર્ષ સલમાન ખાનની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી.સુહાના ખાને ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યાે છે, જેમાં તે જીમમાં ગ્લુટ્‌સ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. લોકો સુહાનાના આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

સુહાના ખાન સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તેના લાખોમાં ફોલોઅર્સ છે. તે પોતાના ચાહકોને અપટડે પણ આપતી રહે છે. હાલમાં સુહાનાનું સંપૂર્ણ ધ્યાન પિતા સાથે આવનારી ફિલ્મ પર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.