શાહરૂખની ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારું પ્રદર્શન કરી રહી છે
મુંબઈ, શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ૭ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાને ૧૧ દિવસ થઈ ગયા છે. હાલમાં પણ કિંગ ખાનની આ ફિલ્મ કમાણીના મામલામાં અજાયબી કરતી જાેવા મળી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી સફળ રહી હતી કે તે સતત ઘણા રેકોર્ડ પોતાના નામે નોંધાવી રહી છે. હવે ૧૧મા દિવસે કમાણીના આંકડા પણ સામે આવ્યા છે.
જાે પ્રારંભિક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, જવાને તમામ ભાષાઓ સહિત ૧૧માં દિવસે ભારતમાં ૩૬.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે ૧૦મા દિવસની સરખામણીમાં ૧૧મા દિવસે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો છે. ૧૦માં દિવસે જવાને ૩૧.૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
તમામ ભાષાઓ સહિત, જવાને અત્યાર સુધીમાં ભારતમાં ૧૧ દિવસમાં ૪૭૭.૨૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે આ ફિલ્મ હવે ભારતમાં રૂ. ૫૦૦ કરોડના ક્લબથી થોડા જ ડગલાં દૂર છે. આ ક્લબમાં સામેલ થવા માટે શાહરૂખની ફિલ્મને હવે લગભગ ૨૩ કરોડ રૂપિયાની કમાણી કરવી પડશે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને લોકોનો એટલો બધો પ્રેમ મળી રહ્યો છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારું પ્રદર્શન કરી રહી છે.SS1MS