સેન્સર બોર્ડ સ્ક્રીનિંગમાં શાહરુખની ફિલ્મને મળ્યુ સ્ટેન્ડિંગ ઓવેશન
મુંબઈ, શાહરુખ ખાનને બોલિવૂડના બાદશાહ કહેવામાં આવે છે. આ કારણે લોકોનો ખૂબ પ્રેમ કિંગ ખાનને મળે છે. વાત કરવામાં આવે તો ડંકી મુવીને હવે રિલીઝ થવાના થોડા દિવસો બાખી છે ત્યાં છપ્પરફાડ રીતે એડવાન્સ બુકિંગ થઇ રહ્યુ છે. મહત્વની વાત તો એ છે કે કિંગ ખાનની આ ફિલ્મને રિલીઝ પહેલાં યુએઇના બોક્સ ઓફિસમાં આયોજિત થયેલી સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન સ્ટેન્ડિંગ ઓવેશન હાંસિલ કર્યુ છે. ત્યારબાદ ફેન્સનો ઉત્સાહ આ મુવીને લઇને ડબલ વધી ગયો છે. શાહરુખ ખાનની ડંકીને દર્શકોને અઢળક પ્રેમ મળી રહ્યો છે.
આ ફિલ્મને લઇને ફેન્સ ખૂબ એક્સાઇટેડ છે. જો કે એડવાન્સ બુકિંગનો આંકડો જાણીને તમે પણ છક થઇ જશો. ડંકીનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયુ છે, જેમાં કિંગ ખાનની મુવીએ અત્યાર સુધીમાં લગભગ ૩૮ હજાર ટિકિટ્સ વેચાઇ ગઇ છે. રિપોર્ટસ અનુસાર કિંગ ખાનની મુવીએ બોક્સ ઓફિસ પર એડવાન્સ બુકિંગમાં એક કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
ફિલ્મની રિલીઝને હજુ ૪ દિવસ બાખી છે. જો કે હાલમાં એડવાન્સ બુકિંગનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ડંકી રાજકુમાર હિરાની અને શાહરુખ ખાનની એક સાથેની ફિલ્મ છે. ડંકીનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યુ છે અને ફિલ્મ હિરાની, અભિજાત જોશી અને કનિકા ઢિલ્લો દ્રારા લખવામાં આવી છે. કલાકારોની વાત કરવામાં આવે તો શાહરુખ ખાન, તાપસી પન્નુ, ધર્મેન્દ્ર અને વિક્કી કૌશલ કેમિયોની ભૂમિકામાં છે.
ફિલ્મનું નિર્માણ હિરાની, ગૌરી ખાન અને જ્યોતિ દેશપાંડેએ કર્યુ છે. શાહરુખની આ મુવી પણ જવાનની જેમ કમાણી કરશે કે નહીં એ જોવાનું રહ્યું. ડંકીમાં કલાકારોની બહુ મસ્ત ટીમ છે. આ ફિલ્મ ૨૧ ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન (સીબીએફસી) થી શાહરુખ ખાનની ફિલ્મ પાસ થઇ ગઇ છે.
સીબીએફસીએ ફિલ્મ સર્ટિફિકેશનથી યૂ/એ સર્ટિફિકેટ પાસ કરી દીધુ છે. આટલું જ નહીં આ સાથે ફિલ્મના રનટાઇમનો પણ ખુલાસો થઇ ગયો છે. તમને જણાવી દઇએ કે ડંકીનો રનટાઇમ ૨ કલાક ૪૧ મિનિટ હશે. આ દિવસોમાં ટ્રેલર રિલીઝ થયુ હતુ જેને કમાલ કરી દીધો હતો.SS1MS