Western Times News

Gujarati News

ફિલ્મ ‘ડંકી’ને હિટ બનાવવા શાહરૂખનો માસ્ટર પ્લાન તૈયાર

મુંબઈ, પઠાણ અને જવાનના તોફાન બાદ હવે શાહરૂખ ખાને ડંકી દ્વારા બોક્સ ઓફિસ પર સુનામી લાવવા માટે પોતાના માસ્ટર પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. ૪ વર્ષ પછી સુપરસ્ટારની કમબેકએ એક વાત સાબિત કરી દીધી કે શાહરૂખ ભલે સ્ક્રીન પરથી બ્રેક લે, પરંતુ તેની પાસેથી તેનું બાદશાહત કોઈ છીનવી નહીં શકે. એવું માનવામાં આવે છે કે શાહરૂખ ખાને ડંકી માટે પઠાણ અને જવાન દરમિયાન અપનાવેલી પ્રમોશન સ્ટ્રેટેજી માટે કેટલાક અપડેટ ઉમેર્યા છે. મતલબ કે રસ્તો એ જ છે પણ થોડો નવો વિચાર.

મળતી માહિતી મુજબ ડંકીનાં પ્રમોશન સ્ટ્રેટેજી પર ૧૧ ડિસેમ્બરથી કામ શરૂ થઈ ગયું છે. આ દિવસે ફિલ્મનું ગીત ઓ માહી રિલીઝ થયું હતું. આ ગીતને ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાની દ્વારા અલગથી શૂટ કરવામાં આવ્યું છે. કારણ સ્પષ્ટ છે કારણ કે ડાયરેક્ટર ન હતા ઈચ્છતા કે વાર્તા વિશે કોઈને કંઈ ખબર પડે. અહીંથી તેનો માસ્ટરપ્લાન શરૂ થયો અને મેકર્સે ગીત પર પ્રોમો સોંગ લખ્યો.

પઠાણની રિલીઝ પહેલા શાહરૂખ ખાન ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ માતા વૈષ્ણોનાં દરબારમાં પહોંચ્યો હતો. ૪ વર્ષ પછી કમબેક કરી રહ્યા હો, તો તે ચોક્કસપણે ભગવાનના આશીર્વાદ લેવા યોગ્ય હતું. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. જે બાદ તેને જવાનની રિલીઝ પહેલા પણ આ જ ફોર્મ્યુલા રિપીટ કરી હતી અને હવે ડંકીની રિલીઝ થાય તે પહેલા જ શાહરૂખ માતાના દરબારમાં આર્શીવાદ લેવા પરત ફર્યો છે. માનવામાં આવે છે કે હવે સુપરસ્ટાર દુબઈ જવાનો છે.

ડંકીના મેકર્સ હાલમાં ખૂબ જ વ્યસ્ત છે. એક રિપોર્ટ મુજબ ડંકીનું બીજું ટ્રેલર ૧૭ ડિસેમ્બરે રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે. જે બાદ ફિલ્મની સ્ટોરી સાથે જોડાયેલી કેટલીક નવી વાતો સામે આવી શકે છે. શાહરૂખ એ જ દિવસે દુબઈ જવા રવાના થશે અને ડંકીનું ટ્રેલર બુર્જ ખલીફા પર બતાવવામાં આવશે. ત્યારબાદ કિંગ ખાન દુબઈ મોલના ડેક પરથી તેના ફેન્સ સાથે વાત કરશે.

૧૭ ડિસેમ્બર શાહરૂખ માટે ખૂબ જ બિઝી બની શકે છે કારણ કે ફેન્સ સાથે વાત કર્યા પછી, દુબઈની એક ક્લબમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે. જ્યાં શાહરૂખે ભાગ લેવાનો રહેશે. ડંકીની રિલીઝ પહેલા અહીં જશ્નનો માહોલ જોવા મળશે. આ મામલો માત્ર દુબઈ પૂરતો સીમિત નથી, એવા પણ રિપોર્ટ છે કે શાહરૂખ અને ડાયરેક્ટર રાજકુમાર હિરાની પણ લંડન જવા રવાના થશે. જ્યાં ડંકીનું મોટા પાયે પ્રમોશન કરવામાં આવશે. લંડનમાં ફિલ્મના પ્રમોશન પાછળ પણ એક ખાસ કારણ છે. આ ફિલ્મની સ્ટોરી લંડનમાંથી પસાર થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.