શૈલેષ લોઢાની અભિનેતા વિકી કૌશલ સાથે થઈ મુલાકાત
મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશમામાં તારક મહેતાનો રોલ કરી ચૂકેલા અભિનેતા શૈલેષ લોઢા પાછલા ઘણાં સમયથી ચર્ચામાં છે.
શરુઆતથી જ શૈલેષ લોઢાએ શૉમાં તારક મહેતાનો રોલ ભજવ્યો હતો. પરંતુ તાજેતરમાં જ તેમણે આ શૉને અલવિદા કહ્યું. ત્યારપછી ઘણો વિવાદ પણ થયો હતો. મેકર્સે શૈલેષ લોઢા પર અને શૈલેષ લોઢાએ મેકર્સ પર આરોપ મૂક્યા હતા. તાજેતરમાં શૈલેષ લોઢાએ અભિનેતા વિકી કૌશલ સાથેની એક તસવીર શેર કરી છે અને તેના ભરપેટ વખાણ પણ કર્યા છે. શૈલેષ લોઢાએ વિકી કૌશલના ખૂબ વખાણ કર્યા છે.
વિકી કૌશલ સ્ટાર એક્ટર હોવા છતાં તેના વિનમ્ર સ્વભાવથી શૈલેષ લોઢા ઈમ્પ્રેસ થઈ ગયા હતા. તાજેતરમાં જ શૈલેષ લોઢાને વિકી કૌશલને મળવાની તક મળી હતી. તે સમયે જ તેમણે સાથે ફોટો પણ લીધો હતો. શૈલેષ લોઢાએ લખ્યું કે, વિકી કૌશલ એક અત્યંત લોકપ્રિય સ્ટાર અને અદ્દભુત અભિનેતા છે એ સૌ જાણે છે પરંતુ આ તમામ વાતો સિવાય વિકી કૌશલ એક અદ્દભુત માણસ પણ છે.
શૈલેષે આગળ લખ્યું કે, વિકીની વિનમ્રતા, વડીલો પ્રત્યે તેનું સન્માન અને સહજ વ્યવહાર, આ તમામ વાતો વિકીને ભીડથી અલગ કરે છે. મારા પ્રત્યે તેમનું સન્માન અને વિકી પ્રત્યે મારો સ્નેહ બન્ને અસીમ છે. આજે ઘણાં સમય પછી અચાનક મુલાકાત થઈ તો ઘણું સારુ લાગ્યું.
મળતાની સાથે જ વિકીએ કહ્યું- શું સંજાેગ છે, હજી બે દિવસ પહેલાજ તમારા વિશે વાત કરી રહ્યા હતા શૈલેષ ભાઈ. વિકી મારા ભાઈ, જેવા છો તેવા જ રહેજાે. તમારા જેવા ઘણાં ઓછા લોકો છે. ઉલ્લેખનીય છે કે શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલટા ચશ્મા શૉ કેમ છોડ્યો તે પાછળનું કારણ ચોખ્ખા શબ્દોમાં નથી આપ્યું. પરંતુ તારક મહેતાના મેકર્સ સાથે કંઈ અણબનાવ થયો હોવાની અટકળો ચાલી હતી.
શૈલેષ લોઢાએ પણ એકવાર જણાવ્યુ હતું કે, કોઈ તો મજબૂરી રહી હશે, નહીં તો કોઈ આવુ ના કરે. તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલટા ચશ્મામાં અત્યારે શૈલેષ લોઢાનું સ્થાન સચિન શ્રોફે લીધું છે.SS1MS