લાંબો સમય ન ટકી શાલિન ભનોત અને ટીનાની મિત્રતા!

મુંબઈ, વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ૧૬માં દર અઠવાડિયે શુક્રવાર કા વારમાં હોસ્ટ સલમાન ખાન ઘરવાળાનો ક્લાસ લેતો જાેવા મળે છે. આ વખતે પણ કંઈક જ આવું થયું હતું પરંતુ એક ટિ્વસ્ટ સાથે. લેટેસ્ટ એપિસોડમાં કેટલાક દર્શકો પણ સ્ટેજ પર આવ્યા હતા. તેથી, કન્ટેસ્ટન્ટ્સે માત્ર સલમાન જ નહીં પરંતુ તેમના તીખા સવાલનો પણ સામનો કરવો પડ્યો હતો.
સલમાને શાલિન ભનોત અને ટીના દત્તાની મિત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા તેમજ એક પડકાર પણ આપ્યો હતો. તો ટીનાએ તેમ કહ્યું હતું કે, શાલિન સાથેની તેની મિત્રતાની ઊંધી અસર થઈ રહી છે. શુક્રવારના એપિસોડમાં કેટલાક દર્શકોને સ્ટેજ પર એક પેનલમાં બેસાડવામાં આવ્યા હતા અને કન્ટેસ્ટન્ટ્સને તેમણે સવાલ કર્યા હતા.
એકે શાલિનને સવાલ કર્યો હતો કે ‘તું હંમેશા ટીનાની પાછળ-પાછળ કેમ ભાગે છે?’, તેના પર સલમાને કહ્યું હતું ‘શું કરીએ આદત છે’, એક દર્શકે શાલિન વિશે તેમ પણ કહ્યું હતું કે ‘ટીના પોતાના ફાયદા માટે વપરાશ કરી રહી છે’. પોતાના પર લાગેલા આરોપો અંગે પ્રતિક્રિયા આપતાં શાલિને કહ્યું હતું ‘હું કોઈના પર ર્નિભર નથી.
શાલિન સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં ટીનાએ પણ કહ્યું હતું કે, ‘હું શાલિન સાથે મિત્રતા બનાવી રાખવા માગતી નથી કારણ કે તે મારા પર જ બેકફાયર કરે છે’. શાલિન સાથેની મિત્રતા પર ટીનાના આવા નિવેદનનો જવાબ સાંભળી સલમાને કહ્યું હતું ‘મારે તે જાેવું છે, તે પડકાર છે.
આ પહેલા, બિગ બોસ ૧૬ની એક્સ-કન્ટેસ્ટન્ટ શ્રીજિતા ડે અને બિગ બોસ ૧૫ ફેમ રાજીવ અડાતિયાએ પણ ટીના અને શાલિનની મિત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા અને શોમાં તેમની ‘નકલી ક્રિંગી લવ સ્ટોરી’ વિશે ટ્વીટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર પણ કેટલાકે કહ્યું હતું કે, બંને વચ્ચેના સંબંધો બિગ બોસમાં તેમની ગેમનો ભાગ છે.
બિગ બોસની શરૂઆત થઈ ત્યારથી શાલિન ભનોત અને ટીના દત્તા વચ્ચે સારી મિત્રતા જાેવા મળી રહી છે. થોડા દિવસો પહેલા જ્યારે સુમ્બુલ તૌકીર ખાન સાથે વિવાદ થયો ત્યારે પણ શાલિન અને ટીના એક થઈ ગયા હતા અને તેને પરેશાન કરી હતી. જેના કારણે તે બંનેએ સુમ્બુલના પિતાના આક્રોશનો પણ સામનો કરવો પડ્યો હતો.SS1MS