શાલિન ભનોટે રોહિત શેટ્ટી આગળ કર્યું ડહાપણ
મુંબઈ, આખરે બિગ બોસ ૧૬ના ફેન્સને પોતાનો વિજેતા મળી ગયો છે.અત્યાર સુધીના તમામ કન્ટેસ્ટન્ટ્સના ગેસ્ટ અપિરિયન્સ જાેવા મળશે.shalin-bhanot-has-wised-up-to-rohit-shetty
તમને જણાવી દઈએ કે ફિનાલે સુધી પહોંચનારા ટોપ ૫ કન્ટેસ્ટન્ટ શિવ ઠાકરે, પ્રિયંકા ચહર ચૌધરી, એમસી સ્ટેન, અર્ચના ગૌતમ અને શાલિન ભનોટ હતા. ગત એપિસોડની વાત કરીએ તો રોહિત શેટ્ટીએ બિગ બોસના ઘરને ખતરોં કે ખિલાડીનો સેટ બનાવી દીધુ હતું.
ઉલ્લેખનીય છે કે, રોહિત શેટ્ટી પાછલા ઘણાં વર્ષોથી સ્ટંટ આધારિત રિયાલિટી શૉ ખતરોં કે ખિલાડીને હોસ્ટ કરે છે. રોહિત શેટ્ટી ખતરોં કે ખિલાડીના અપકમિંગ સિઝન માટે પ્રથમ કાસ્ટિંગ કરવા માટે બિગ બોસના ઘરમાં આવ્યો હતો. તેણે અહીં ટોપ ૫ કન્ટેસ્ટન્ટ્સ પાસે અનેક ટાસ્ક કરાવ્યા હતા.
ગઈકાલનો આખો એપિસોડ આ સ્ટંટ્સમાં જ પસાર થઈ ગયો હતો. શાલિન ભનોટ લગભગ દરેક ટાસ્કમાં આગળ હતો. અંતિમ ટાસ્ક પ્રિયંકા અને શાલિન વચ્ચે હતો. પ્રિયંકાએ ટાસ્ક કરવા માટે એક મિનિટ જેટલો સમય લીધો હતો જ્યારે શાલિને ૩૦ સેકન્ડમાં ટાસ્ક કરી લીધો હતો. રોહિત શેટ્ટીએ જણાવ્યું કે, ખતરોં કે ખિલાડી માટે શાલિન ભનોટની પસંદગી કરવામાં આવી છે.
પરંતુ ત્યારપછી શાલિને જે કર્યું તે જાેઈને ઘરના બાકીના સભ્યો ગુસ્સે થઈ ગયા હતા. શાલિને રોહિત શેટ્ટીને કહ્યું કે, સર હું આ શૉ નહીં કરી શકુ. શાલિન ભનોટે કહ્યું કે, સર મને આ બધી વસ્તુનો ફોબિયા છે. મેં જે ઓડિશન આપ્યુ હતુ તે તમારી ફિલ્મમાં કામ કરવા માટે આપ્યુ હતું, ખતરોં કે ખિલાડી માટે નહીં. રોહિત શેટ્ટીએ કહ્યું કે, પહેલા તુ આ રિયાલિટી શૉમાં કામ કરીને જાે, પછી ફિલ્મ વિશે પણ વિચારીશું.
રોહિત શેટ્ટીના ગયા પછી ઘરના તમામ સભ્યોએ એકસૂરમાં શાલિનની ઝાટકણી કાઢી. અર્ચનાએ કહ્યું કે, જ્યારે તારે આ શૉ કરવો જ નહોતો તો તારે તેમાં ભાગ જ નહોતો લેવો જાેઈએ. શિવ ખરેખર તેમાં ભાગ લેવા માંગે છે, તેં એના પેટ પર કેમ લાત મારી.
ઘરના સભ્યોનુ કહેવુ હતું કે, આટલા મોટા બોલિવૂડના ડિરેક્ટરનું તેણે નેશનલ ટીવી પર અપમાન કર્યું છે. શાલિને બચાવમાં કહ્યું કે, મેં તો સન્માનપૂર્વક ઓફર ફગાવી તો ઘરના સભ્યોએ કહ્યું કે, તને લાગતું હશે પણ ખરેખર એ અપમાનજનક લાગતુ હતું.
શિવે પહેલાથી આમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે શાલિન ભનોટ તેમાં ભાગ લેશે કે નહીં, શિવને પણ તક મળશે કે નહીં આ તમામ પ્રશ્નોના ઉત્તર સમયની સાથે જાણવા મળશે.SS1MS