શમિતા શેટ્ટીએ પહેલી હિટ બાદ બધી ફિલ્મોમાં ધબકડો વાળ્યો
મુંબઈ, બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે પોતાની ડેબ્યૂ ફિલ્મથી જ સફળતાનો સ્વાદ ચાખ્યો, જ્યારે ઘણાને સફળતા મેળવવામાં વર્ષો લાગ્યા.
પરંતુ, સ્ટ્રગલ પછી તેને મળેલી સફળતા પણ વર્ષો સુધી કાયમ રહી. બીજી તરફ, જેમને તેમની પહેલી ફિલ્મમાં સફળતા મળી હતી તેઓ પાછળથી દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા ન હતા અને ધીમે ધીમે મોટા પડદા પરથી ગાયબ થઈ ગયા હતા.
આજે અમે તમને એવી જ એક હસીના વિશે જણાવીશું, જેણે પોતાની ડેબ્યૂ ફિલ્મથી જ સફળતાનો સ્વાદ ચાખ્યો, પરંતુ તેની સુપરહિટ ડેબ્યૂ ફિલ્મ પછી તે એક પણ હિટ ન આપી શકી. અમે વાત કરી રહ્યા છીએ બોલિવૂડની શરારા ગર્લ અને શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીની.
શમિતા શેટ્ટીએ પોતાના કરિયરની શરૂઆત શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન સ્ટારર ‘મોહબ્બતેં’થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને ક્રિટિક્સ તરફથી પણ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો. પરંતુ, આ પછી શમિતાને કોઈ હિટ ફિલ્મ ન મળી. જેના કારણે તે ધીરે ધીરે મોટા પડદા પરથી ગાયબ થવા લાગી.
પરંતુ, આજે પણ તે તેના આઈટમ સોંગ દ્વારા દર્શકોની વચ્ચે ટકેલી છે. છેલ્લી વખત શમિતા બિગ બોસમાં જોવા મળી હતી. અહીં રાકેશ બાપટ સાથેની તેની નિકટતાની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ, બાદમાં કપલ અલગ થઈ ગયું હતું. શિલ્પા શેટ્ટીની નાની બહેન હોવાને કારણે દર્શકોને શમિતા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને શમિતા પોતે પણ મોટી હિરોઈન બનવાનું સપનું જોતી હતી.
પરંતુ, તે તેની મોટી બહેનની જેમ સફળતા મેળવી શકી નહીં. આવી સ્થિતિમાં શમિતાએ બિઝનેસ તરફ કદમ માંડ્યા. શમિતા ગોલ્ડન લીફ નામની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કંપનીની માલિક છે અને એક વર્ષમાં કરોડો રૂપિયા કમાય છે. આ સાથે શમિતા ઈન્સ્ટાગ્રામ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ સારી કમાણી કરે છે.
બિગ બોસ ૧૫ પછી, શમિતા ફિયર ફેક્ટર ખતરોં કે ખિલાડી, ઝલક દિખલા જા અને પછી કેટલાક ઓટીટી શોમાં જોવા મળી હતી. ‘ક્યા હુઆ બ્રો’ અને ‘બ્લેક વિડો’માં શમિતાની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ આ પછી પણ તેને વધારે કામ ન મળી શક્યું.
શમિતા ભલે બોલિવૂડની ક્વિન ન બની શકી હોય, પરંતુ ફિટનેસની બાબતમાં તે ૪૫ વર્ષની ઉંમરમાં પણ અન્ય હસીનાઓને ટક્કર આપે છે.SS1MS