શમિતા શેટ્ટી રાકેશ બાપટ સાથેના બ્રેકઅપની પુષ્ટિ કરી

નવી દિલ્હી, રિયાલિટી શૉ બિગ બૉસ ઓટીટીથી એકબીજાની નજીક આવેલા રાકેશ બાપટ અને એક્ટ્રેસ શમિતા શેટ્ટી એકબીજાથી અલગ થઈ ગયા છે. ત્યારે શમિતા શેટ્ટીએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર આ વાતને કન્ફર્મ કરી છે. તેમજ તેણે આ પોસ્ટ સાથે એક વિનંતી પણ કરી છે. બિગ બૉસ ઓટીટીના ઘરથી દર્શકોને શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની જાેડી ખૂબ જ પસંદ આવી હતી.
તેઓ એકબીજાની એકદમ નજીક આવી ગયા હતા પણ અચાનક તેઓના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. શમિતા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરતા રાકેશ બાપટ સાથેના બ્રેકઅપના સમાચાર ફેન્સ સાથે શેર કર્યા છે. તેણે લખ્યું કે, ‘મને લાગે છે કે હવે તે વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે હું અને રાકેશ બાપટ હવે સાથે નથી. છેલ્લાં ઘણાં સમયથી અમે સાથે નથી. પણ, આ મ્યુઝિક વિડીયો અમારા તે તમામ ફેન્સ માટે છે કે જેમણે અમને અઢળક પ્રેમ અને સપોર્ટ આપ્યો. આ પોઝિટિવિટી અને નવું આકાશ છે.
તમારા બધાનો પ્રેમ અને આભાર. શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ, જેઓ બિગ બોસ ઓટીટીમાં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા તેઓ પરસ્પર સમજૂતીથી અલગ થયા છે.
થોડા મહિના પહેલા તેમના બ્રેકઅપના સમાચાર સામે ત્યારે બંનેએ વાતને નકારી કાઢી હતી અને તેઓ રિલેશનશિપમાં હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. પરંતુ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, તેમની વચ્ચે હવે પ્રેમ રહ્યો નથી. જાે કે, તેમણે સારા મિત્રો બનીને રહેવાનું નક્કી કર્યું છે.
થોડા મહિનાઓ પહેલા એક ફેને શમિતા શેટ્ટીને રાકેશ બાપટની કઈ આદત તેને નથી ગમતી તેવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, રાકેશ બાપટ ચા વધારે પીવે છે અને તેની તે વાત તેને પસંદ નથી. તેણે રાકેશ બાપટને ચા પીવાની આદતને ઓછી કરવાની પણ સલાહ આપી હતી.
તો રાકેશ બાપટે શમિતાને કહ્યું હતું કે, તે ચા પીવાનું ઓછી તો કરી દેશે પરંતુ તેણે તેની ચા બનાવવાની સ્કિલને ટ્રોલ કરવાનું બંધ કરવું પડશે. તો શમિતાએ તરત જ જવાબ આપતા કહ્યું કે, તેને આદુ અને મસાલાવાળી ચા બનાવતા આવડે છે અને તેણે એકવાર રાકેશને પીવડાવી પણ હતી. તેણે કહ્યું હતું કે, રાકેશે તેનું નામ ખરાબ કરી દીધું.SS1MS