શણગાર ડેકોરનો રૂ. 49.35 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 6 ડિસેમ્બરે બંધ થશે
અમદાવાદ, 22 નવેમ્બર, 2024 – વિવિધ પ્રકારની ડેકોર સર્વિસીઝ પૂરી પાડતી અમદાવાદ સ્થિત શણગાર ડેકોર લિમિટેડ (BSE–540259)નો રૂ. 49.35 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 8 નવેમ્બર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલ્યો હતો. રાઇટ્સ ઇશ્યૂ દ્વારા મેળવાયેલા ફંડ્સનો કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતો, ઇશ્યૂના ખર્ચ તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે.
કંપનીનો રાઇટ ઇશ્યૂ શેર દીઠ રૂ. 5.76ના ભાવે ઓફર કરવામાં આવ્યો છે જેની સામે 21 નવેમ્બર, 2024ના રોજ શેરનો બંધ ભાવ શેર દીઠ રૂ. 10.08 હતો. રાઇટ્સ ઇશ્યૂ 06 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. રાઇટ્સ અધિકારોનો ઓન-માર્કેટ ત્યાગ કરવાની છેલ્લી તારીખ 29 નવેમ્બર, 2024 છે. રોકાણકારો કંપનીના રાઇટ્સ ઇશ્યૂમાં ભાગ લઇને બજારમાંથી રાઇટ્સ હકો પણ ખરીદી શકે છે.
Shangar Decor Ltd’s Rs. 49.35 crore Rights closes on December 6, 2024
કંપની પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના 8,56,82,800 ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર્સ પ્રત્યેક રૂ. 5.76ના ભાવે કેશમાં ઇશ્યૂ કરશે જેનું કુલ મૂલ્ય રૂ. 49.35 કરોડ થાય છે. સૂચિત ઇશ્યૂ માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 7:1 છે (લાયક ઇક્વિટી શેરધારકો દ્વારા રેકોર્ડ તારીખ 28 ઓક્ટોબર, 2024ના રોજ રાખવામાં આવેલા દરેક 1 ફુલ્લી-પેઇડ ઇક્વિટી શેર માટે પ્રત્યેક રૂ. 5ના 7 રાઇટ ઇક્વિટી શેર્સ). રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ માટેના ઓન માર્કેટ હકો ત્યાગ કરવાની છેલ્લી તારીખ 29 નવેમ્બર, 2024 છે.
રૂ. 49.35 કરોડની ઇશ્યૂમાંથી મળનારી આવક પૈકી કંપની રૂ. 37.81 કરોડ કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે, રૂ. 25 લાખ રાઇટ્સ ઇશ્યૂના ખર્ચ માટે અને રૂ. 11.29 કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચ કરવાનો ઇરાદો રાખે છે.
1995માં સ્થપાયેલી શણગાર ડેકોર લિમિટેડ વિવિધ પ્રકારની ડેકોર સર્વિસીઝ પૂરી પાડવામાં શ્રેષ્ઠતા ધરાવે છે. કંપની પ્રી-વેડિંગ ઇવેન્ટ્સ, લગ્નો, કોર્પોરેટ કાર્યક્રમો, સરકારી કાર્યક્રમો, થિમેટિક ડેકોર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને પ્રદર્શનોમાં નિષ્ણાંત છે. તેની સર્જનાત્મકતા અને વિગતવાર ધ્યાન આપવા માટે પ્રખ્યાત, શણગાર ડેકોરે ભારતીય ઇવેન્ટ ઉદ્યોગમાં મજબૂત હાજરી સ્થાપિત કરી છે. કંપની વિશિષ્ટ સોલ્યુશન્સ પ્રદાન કરે છે જે સામાન્ય જગ્યાઓને યાદગાર અનુભવોમાં પરિવર્તિત કરે છે.