વાંચ ગામના શાંતાબેનને ગુજરાન માટે મળ્યો સરકારની યોજનાઓનો લાભ
સ્ત્રી સશકિતકરણ ક્ષેત્રે પ્રતિબદ્ધ રાજ્યસરકાર- ઉજ્જવલા યોજના, વિધવા સહાય, પીએમ કિસાન યોજના, સરસ્વતી સાધના યોજના સહિત આયુષ્માન કાર્ડના લાભોથી જીવનનિર્વાહ બન્યું સરળ
સરકાર તરફથી સાઇકલ મળતા દીકરી કોલેજ સુધીનો અભ્યાસ કરી શકી :- શાંતાબેન
પહેલાં ચૂલા પર રાંધતા હતાં, હવે ઉજ્જ્વલા યોજનાનો લાભ મળતા ગેસ પર રાંધતા થયા છીએ :- શાંતાબેન
રાજ્યસરકાર અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓ થકી ગરીબ અને છેવાડાના માનવીઓનાં જીવનધોરણ સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. અનેકવિધ યોજનાઓના સુચારું સંચાલન થકી આજે વિવિધ લાભો લાભાર્થીઓને સીધા હાથમાં આપવામાં આવે છે. આ ઉપરાંત, શાંતાબેન ની દીકરીને સરસ્વતી સાધના યોજના હેઠળ સાઇકલ આપવામાં આવેલી જેના લીધે તેને શાળાએ જવામાં સરળતા રહેતી.
અમદાવાદના વાંચ ગામના શાંતાબેન પણ આવા જ એક લાભાર્થી છે. પતિના અવસાન બાદ દર મહિને મળતી વિધવા સહાય થકી તેમને ઘર ચલાવવા માટે આર્થિક સહકાર મળી રહ્યો છે. સાથે જ ઉજ્જ્વલા યોજના થકી મળેલ ગેસ કનેક્શન દ્વારા હવે ધુમાડાવાળા બળતણમાંથી પણ તેમને મુક્તિ મળી છે. ખેતી સાથે સંકળાયેલા શાંતાબેનને પીએમ કિસાન યોજનાનો પણ લાભ મળે છે, જેમાં વાર્ષિક 6000 રૂપિયાની સહાય મળવાપાત્ર હોય છે.
આયુષ્માન કાર્ડ થકી સ્વાસ્થ્ય સંબંધિત આવનારી સંભવિત ગંભીર બિમારીઓ સામે પણ સુરક્ષા કવચ શાંતાબેનને મળેલ છે. આમ, એકંદરે વિવિધ સરકારી યોજનાઓના લાભ થકી શાંતાબેન સુખરૂપ પોતાનું દૈનિક ગુજરાન ચલાવી શકે છે અને ખરાં અર્થમાં આત્મનિર્ભર જીવન જીવી શકે છે.
સરકાર તરફથી મળતી આ યોજનાકીય સહાયો સંદર્ભે સરકારનો આભાર વ્યક્ત કરતાં શાંતાબેન જણાવે છે કે, વિધવા સહાય, કિસાન સહાય સહિત અન્ય યોજનાઓના લાભો મળવાથી તેમને દૈનિક ગુજરાનમાં ઘણી સરળતા રહે છે. સરકાર તરફથી સાઇકલ મળતા દીકરી કોલેજ સુધીનો અભ્યાસ કરી શકી છે. ઉજ્જવલા યોજનામાં ગેસ સિલિન્ડર મળતાં ધુમાડા યુક્ત બળતણ અને ચૂલામાંથી પણ છુટકારો મળ્યો છે.