શાંતિ એશિયાટિક સ્કૂલે હર્ષિત કુમારનું 99.99 પર્સન્ટાઈલ સાથે CAT ક્લિયર કરવા બદલ સન્માન કર્યું
અમદાવાદ, શાંતિ એશિયાટિક સ્કૂલ, બોપલ દ્વારા શુક્રવારે 2017-18 બેચના વિદ્યાર્થી હર્ષિત કુમાર માટે કોમન એડમિશન ટેસ્ટ (CAT)માં 99.99 પર્સેન્ટાઇલ મેળવવા બદલ એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષિતે સમગ્ર ભારતમાં ટોચના 28 વિદ્યાર્થીઓમાં અને ગુજરાતમાં ટોચના ચાર વિદ્યાર્થીઓમાં પણ સ્થાન મેળવ્યું હતું. Shanti Asiatic School felicitates its alumnus Harshit Kumar for clearing CAT with 99.99 percentile
શાંતિ એશિયાટિક સ્કૂલે પ્રશંસાના પ્રતિક રૂપે, હર્ષિતને તેની સિદ્ધિ બદલ રૂ. 1.25 લાખ એનાયત કર્યા. હર્ષિતે આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ સાથે તેની સફળતાના મંત્રો શેર કર્યા અને તેમને જીવનમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવાની પ્રેરણા આપી.
વાઇસ પ્રિન્સિપાલ શ્રીમતી સંધ્યા ઉદય દ્વારા હર્ષિતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડિરેકટર અને પ્રિન્સિપાલશ્રી અભય ઘોષે પણ રાષ્ટ્રની સેવા કરવાના તેમના સપનાને અનુસરવા બદલ તેને અભિનંદન અને બિરદાવ્યા હતા.
આ સિદ્ધિ બદલ હર્ષિતને અભિનંદન આપતા, શ્રી ઘોષે જણાવ્યું, “અમે શાંતિ એશિયાટિક સ્કૂલ, બોપલ ખાતે, અમારા વિદ્યાર્થીઓને વિશ્વ પ્રત્યેના તેમના રચનાત્મક યોગદાન માટે યોગ્ય કૌશલ્યો અને ક્ષમતાઓ સાથે સશક્ત બનાવવાની ઇચ્છા રાખીએ છીએ.
યુવા પ્રતિભાઓને સમુદાયના નેતાઓ તરીકે ઘડવાનું અમારું વિઝન પ્રદર્શિત થાય છે જયારે અમારા વિદ્યાર્થીઓ વાસ્તવિક દુનિયામાં પ્રવેશ કરે છે અને મહાન ઊંચાઈઓ હાંસલ કરે છે. સમગ્ર શાંતિ એશિયાટિક સ્કૂલ પરિવારને હર્ષિત પર ગર્વ છે કે તેણે શાળાને જે ગૌરવ અપાવ્યું છે. તેઓ ખરેખર શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. તેણે સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને માવજતથી વ્યક્તિ પોતાનું લક્ષ્ય હાંસલ કરી શકે છે અને આકાશ તેની મર્યાદા છે. અમે તેને તેના ભાવિ પ્રયાસોમાં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ.”
હાલમાં તેનું IIT ગાંધીનગરમાંથી BE કરી રહેલ, હર્ષિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ અથવા બેંગ્લોરમાં ભણવા જવા માંગે છે. હર્ષિતની તેજસ્વી સફળતા પ્રતિબિંબિત કરે છે કે SAS બોપલ, તેની સાચી ફિલસૂફીને અનુરૂપ તેમના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સખત પ્રયાસ કરે છે.