ભરૂચના પ્રેમનાથ મહાદેવ મંદિરે શાંતિ યજ્ઞ યોજાયો

હજારો પશુઓના મોતથી હિન્દુ સમાજમાં શોક બાદ હિન્દુ સંગઠનો દ્વારા શાંતિ યજ્ઞ યોજાયો
(પ્રતિનિધિ)ભરૂચ, ગુજરાતમાં પશુઓમાં લંમ્પી નામના વાયરસે ભારે કહેર વરસાવ્યો હતો જેના પગલે કેટલાય પશુપાલકોના પશુ ધન મોતને ભેટતા પશુપાલકો ચિંતાતુર બન્યા છે.ત્યારે ભરૂચ જીલ્લો પણ બાકાત રહ્યો નથી.ભરૂચમાં પણ ગાયમાં લંમ્પી વાયરસ દેખાતા દેતા પશુઓ લંમ્પી વાયરસથી મુક્ત થાય અને મોતથી ભેટેલી ગાયોને મોક્ષ પ્રાપ્તિ થાય તે માટે ભરૂચમાં નર્મદા નદીના કાંઠે આવેલ પ્રેમનાથ મહાદેવના મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં પશુઓમાં લંમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે અને કેટલાય પશુઓના મોત પણ થયા છે.જેના પગલે પશુધનમાં ચિંતાનું મોજુ જાેવા મળી રહ્યું છે.ત્યારે ગુજરાતમાં અનેક જીલ્લાઓમાં પશુપાલકોના પશુઓમાં લંમ્પી વાયરસના લક્ષણોના કારણે ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય તેવી ગાય માતામાં પણ આ લક્ષણોના કારણે મોત થતાં પશુધનમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
જેના ભાગરૂપે ભરૂચની બહારની ઊંડાઈ વિસ્તારમાં નર્મદા નદીના કાંઠે આવેલા સ્વયંભૂ પ્રેમનાથ મહાદેવ મંદિરે ગાયની પૂજા કરવા સાથે ગાય સાથે વિવિધ પશુઓમાં આવેલા લંમ્પી વાયરસ વહેલી તકે દૂર થાય તે માટે શાંતિ યજ્ઞ થકી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી અને શાંતિ યજ્ઞમાં અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવતા સંગઠનના હોદ્દેદારોએ શાંતિ યજ્ઞમાં વિશેષ પૂજા અર્ચના કરી ગાયની પૂજા કરી હતી.