AMC દ્વારા નવરંગપુરામાં આવેલ રોડનું ‘સ્વ. શાંતિભાઈ પટેલ માર્ગ’ નામાભિધાન કરાયું
મેયર શ્રી કિરીટભાઇ પરમારના હસ્તે કરાયું નામાભિધાન
નવરંગપુરા વોર્ડમાં શૈલ અને થર્ડ આઇ બિલ્ડિંગથી લઈ સમર્થેશ્વર મહાદેવ માર્ગના કોર્નર પર આવેલ બાલાજી પેરાગોન અને ત્રિશુલ બિલ્ડિંગ સુધીના માર્ગને ‘સ્વ. શાંતિભાઈ પટેલ માર્ગ’ તરીકે ઓળખાશે
અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા સામાજિક ક્ષેત્રે અથવા અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિના નામ પરથી વિવિધ સર્કલ, ચાર રસ્તા, સિનિયર સિટીઝન પાર્ક, કોમ્યુનિટી હોલના નામાભિધાન કરવામાં આવે છે.
ત્યારે આજે શહેરના નવરંગપુરા વોર્ડમાં માર્ગનું મેયર શ્રી કિરીટભાઇ પરમારના હસ્તે નામાભિધાન કરાયું હતું. નવરંગપુરામાં સ્વ. ઉમાશંકર જોશી માર્ગ પર આવેલ શૈલ અને થર્ડ આઇ બિલ્ડિંગથી લઈ સમર્થેશ્વર મહાદેવ માર્ગના કોર્નર પર આવેલ બાલાજી પેરાગોન અને ત્રિશુલ બિલ્ડિંગ સુધીના માર્ગનું ‘સ્વ. શાંતિભાઈ પટેલ માર્ગ’ નામાભિધાન કરાયું હતું. ત્યારે હવેથી આ માર્ગ ‘સ્વ. શાંતિભાઈ પટેલ માર્ગ’ તરીકે ઓળખાશે.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પદાધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.