શરદ પવારે પ્રકાશીત થયેલી આત્મકથામાં અદાણીના ભરપુર વખાણ કર્યા
ગૌતમ અદાણી સરળ, સખત મહેનતુ, ડાઉન ટુ અર્થઃ શરદ પવાર
(એજન્સી)નવીદિલ્હી, એનસીપીના વડા શરદ પવારનો અદાણી મુદે અન્ય વિપક્ષોથી ભિન્ન મત વર્તમાન પરીપ્રેક્ષ્યોથી વર્તમાનૃ ભલે ચોકાવાનારો લાગતો હોય પણ ગૌતમ અદાણી સાથેની તેમની મિત્રતા લગભગ બે દાયકા જુની છે. કે જયારે અદાણી કોલસા ક્ષેત્રમાં વિસ્તરણ માટે પ્રયત્નશીીલ હતા.
પવારે ર૦૧પમાં મરાઠી ભાષામાં પ્રકાશીત થયેલી તેમની આત્મકથા લોક માઝે સંગાતીમાં અદાણીના વખાણ કરતા તેમને સખત મહેનતુ સરળ ડાઉન ટુ અર્થ અને ઈન્ફ્રાસ્ટ્કચર સેકટરમાં કાઠું કાઢવાની મહત્વાકાંક્ષા ધરાવતી વ્યકિત ગણાવ્યા હતા. નોધનીય છે કે અદાણી અને સાવરકર શુદે પવારનો કોગ્રેસથી અલગ મત છે.
પવારે આત્મકથામાં એમ પણ લખ્યું હતું કે, તેમના આગ્રહથી જ અદાણીએ થર્મલ પાવર સેકટરમાં ઝંપલાવ્યું હતુે. તેમણે મહારાષ્ટ્રના ગોદીયામાં એનસીપી નેતા પ્રફુલ્લા પટેલના પિતાની પુણ્યતીથી નિમીત્તે યોજાયેલા કાર્યક્રમમાં અદાણીને આ સુચન કર્યું હતું. અદાણીએ કાર્યક્રમમાં તેમના ભાષણમાં પણ થોડા સમય બાદ મહારાષ્ટ્રના ભંડારામાં ૩૦૦૦ મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ નાખ્યો હતો.
અદાણીએ કેવી રીતે મુંબઈની લોકલ ટ્રેનોમાં સેલ્સમેન તરીકે શરૂઆત કરીને શૂન્યમાંથી કોર્પોરેટ સામ્રાજયનું સર્જન કર્યું હીરા ઉધોગમાં નસીબ અજમાવતા પહેલાં નાના સાહસોમાં ઝંપલાવ્યું તેનો પણ પવારની આત્મકથામાં ઉલ્લેખ છે. પવારે લખ્યુું ે કે અદાણી હીરા ઉધોગગમાં સારું એવું કમાયા હતા પણ તેમને તે ઉધોગમાં રસ નહોતો.
ઈન્ફ્રાકસ્ટ્રકચર સેકટરમાં પદાર્પણનો તેમની મહત્વકાંક્ષા હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલે સાથે અદાણીના સારા સંબંધો હતા અને તેમણે મુંદ્રા પોર્ટ ડેવલપ કરવાની દરખાસ્તને મુકી હતી. ચીમનભાઈ અદાણીને મુદ્રા પોર્ટ પાકિસ્તાન સરહદથી નજીક અને શુષ્ક પ્રદેશમાં હોવા અંગે ચેતવ્યા હતા પણ તમામ પ્રતીકુળતાઓ છતાં અદાણીએ પડકાર સ્વીકાર્યો હતો.