વ્યાજખોરોના ત્રાસથી શેરબજારના એક દલાલે આત્મહત્યા કરી લીધી
સુરત, વ્યાજખોરોના ત્રાસથી સુરતના શેરબજારના એક દલાલે ૭ માળેથી કુદી આત્મહત્યા કરી છે. પ્રવીણ એલ કુંભાણી નામના શેર દલાલે સ્યૂસાઈડ નોટ લખીને મોત વ્હાલુ કર્યુ છે.
જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મિત્ર દક્ષેશ મેવાણી પાસે ન્યાયની માંગ કરી છે. કતારગામ વિસ્તારના પ્રવીણ કુંભાણીના અંતિમ શબ્દો ભલભલાને રડાવી દે તેવા છે. સ્યૂસાઈડ નોટમાં તેમણે ન્યાયની માંગ કરી છે.
સાથે જ વ્યાજખોરોના ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યુ કે, લોકો તેમના આપેલા કરોડો રૂપિયા પરત આપતા નથી અને માંગનારા લોકો ત્રાસ આપતા હતા. જેથી તેઓ આત્મહત્યા કરી રહ્યાં છે. કતારગામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજુભાઈ રાજકોટ-શેરબજાર ડબો, બાપ-શેરબજાર, દીલપભાઈ વરાછા અને તેજપાલ ભાવનગર, આ ભાઈ મારા ૧૫ લાખ ખાઈ ગયા છે. હું આની પાસેથી જીતેલો હતો પણ પછી રૂપિયા આપ્યા નથી. તો અજયભાઈ આરવાલા આ ભાઈને મારું મકાન પચાવી જવું છે. મને બહુ હેરાન કરે છે. મારી પાસેથી પૈસા કઢાવ્યા એનું મારી પાસે લખાણ છે.