Western Times News

Gujarati News

શેરબજારમાં રોકાણ કરાવી વધુ કમાણીની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

(એજન્સી)અમદાવાદ, શેરબજારમાં રોકાણથી ઉંચા વળતરની લાલચ આપીને છેતરપીંડી આચરતી ગેંગના ૩ સભ્યોને સાઈબર ક્રાઈમે ઝડપી લીધા હતા. સાયબર ક્રાઈમે તપાસ દરમિયાન ૩૭ લાખ રોકડા, ચેક બુક, અલગ અલગ ડેબિટ અને અન્ય કાર્ડ, પાસબુક, અનેક સીમ કાર્ડ સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા હતા.
શેરબજારમાં રોકાણ કરાવી વધુ નફો આપવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે.

સાયબર ક્રાઈમે ૩ આરોપીની ધરપકડ કરી અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. સાયબર ક્રાઈમે ઝડપેલા આરોપી પ્રકાશ પરમાર, પ્રિયંક ઠક્કર અને કેવલ ગઢવી નામના ૩ આરોપીઓ અલગ અલગ મોડેસ ઓપરેન્ડી થકી લોકોને રોકાણ કરાવી રુપિયા પડાવી લેતા હતા. સાથે જ આ ગેંગમાં સામેલ ગોવિંદની કચ્છ પોલીસે ૪ દિવસ પહેલા ધરપકડ કરી હતી.

આ ગેંગ લોકોને શેરમાર્કેટમાં વધુ નફા માટે ટિપ્સ આપીશું તેમ કહી વોટ્‌સએપ ગ્રૂપમાં જોડીને પહેલા થોડો નફો આપીને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ ગેંગના મુખ્ય આરોપીઓ કંબોડિયા, વિયતનામ સહિત અન્ય દેશમાં છે અને ઈન્ડિયામાં એજન્ટ રાખીને કૌભાંડ ચલાવતા હતા. આ રીતે તેમને અમદાવાદના એક વ્યક્તિ પાસેથી ૫૯ લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવતા સાયબર ક્રાઈમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં સામે આવ્યું કે આરોપી પ્રકાશ પરમારનું ખાતુ ખોલાવી પ્રિયંક ગેમીંગ અને છેતરપિંડીના રુપિયા જમા કરાવતો હતો. જે૨૮ લાખ રૂપિયા પ્રકાશે કાઢીએ ગોવિંદ નામના આરોપીને આપ્યા હતા. પ્રિયંક અન્ય આરોપીઓના બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવામાં મદદ કરતો હતો અને કેવલ ગઢવીની ઓફિસમાં બેસી +૪૪ કોડના નંબરની મદદથી રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે.

આરોપી કેવલની ઓફિસે તપાસ કરતા ૩૭ લાખ રોકડા, ચેક બુક, અલગ અલગ ડેબિટ અને અન્ય કાર્ડ, પાસબુક, અનેક સીમ કાર્ડ સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપી ગોવિંદ અને ફરાર અન્ય આરોપીઓ રૂપિયાની છેતરપિંડી કરીને આ રૂપિયાને અમેરિકન ડોલરમાં બદલીને વિદેશમાં બેઠેલી ગેંગને મોકલી આપતા હતા અને જે પૈકી આ આરોપીઓને ૧૦થી ૧૫ ટકા કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.