ડૉ. એચ.વી. હાંડેએ આઝાદીની જાહેરાત કરતા 75 વર્ષ જૂના અખબારને સાચવી રાખ્યું
પ્રધાનમંત્રીએ ડૉ. એચ.વી. હાંડેના જુસ્સાની પ્રશંસા કરી, જેમણે આઝાદીની જાહેરાત કરતા 75 વર્ષ જૂના અખબારને સાચવી રાખ્યું
My message on #AzadiKaAmritMahotsav and sharing the newspaper announcing our Independence day which I had bought as a 20 year old Medical student 75 years ago. வாழ்க பாரதம்! வளர்க தமிழகம்!#HarGharTiranga #AzadiKaAmritMahotsav pic.twitter.com/AT00CyqJiC
— Dr. H. V. Hande (@DrHVHande1) August 14, 2022
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. એચ.વી. હાંડેના જોશ અને જુસ્સાની પ્રશંસા કરી હતી જેમણે આઝાદીની જાહેરાત કરતું 75 વર્ષ જૂના અખબારને ટ્વીટ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડૉ. એચવી હાંડેજી જેવા લોકો નોંધપાત્ર વ્યક્તિઓ છે જેમણે રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.
ડૉ.એચ.વી. હાંડેના આઝાદી કા અમૃત મહોત્સવ પર ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; “ડૉ. એચ.વી. હાંડેજી જેવા લોકો નોંધપાત્ર વ્યક્તિઓ છે જેમણે રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમનો ઉત્સાહ અને જુસ્સો જોઈને આનંદ થયો.