અશનીર ગ્રોવરનો ઉલ્લેખ થયો તો ચીડાઈ ગયો શાર્ક અનુપમ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/Shark.jpg)
મુંબઈ, Shark Tank Indiaની બીજી સિઝન શરુ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ સિઝનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. મીમ્સનો તો લોકોએ વરસાદ કરી દીધો હતો. પાછલા એક અઠવાડિયાથી બીજી સિઝન શરુ થઈ છે.
પરંતુ આ સિઝનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણાં લોકોને આ સિઝન પણ પસંદ આવી રહી છે જ્યારે ઘણાં લોકો પ્રથમ સિઝનની ફ્રેશનેસને મિસ કરી રહ્યા છે.
અધૂરામાં પૂરું પ્રથમ સિઝનમાં જાેવા મળેલ શાર્ક અશનીર ગ્રોવર આ સિઝનમાં જાેવા નહીં મળે. ઘણાં લોકોને આ સિઝનમાં અશનીર ગ્રોવર વિના મજા નથી આવી રહી. તાજેતરના એક એપિસોડમાં જાેવા મળ્યું કે, જૂતાની એક કંપની Flatheadsના માલિક ફંડિંગ માટે મંચ પર આવે છે. આ કંપની નુકસાનમાં ચાલતી હોય છે. એમ કહી શકાય કે કંપની બંધ થવાના આરે હતી.
શાર્ક આ કંપનીને ફંડ નથી આપતા, પરંતુ તેમને ખૂબ કામની સલાહ આપે છે. અમન ગુપ્તા અને અનુપમ મિત્તલ તેમને સમજાવે છે કે જાે કંપની આ સ્ટેજ પર પહોંચી જાય તો બ્રેક લેવામાં કોઈ ખોટી વાત નથી. શાદી.કોમના ફાઉન્ડર અનુપમ મિત્તલ તો તેમને નોકરીની ઓફર પણ આપે છે. અનુપમ મિત્તલે આ પિચ વિશે પોતાના સોશિયલ મીડિયા પર પણ એક પોસ્ટ મૂકી છે.
કેપ્શનમાં લખ્યું છે કે, ડીલ મળી કે ના મળી, આખા ભારતના દિલ જીતી લીધા. માટે જ હારીને જીતનારા લોકોને બાઝિગર કહેવામાં આવે છે. ગણેશ બાલાક્રિષ્નન ખૂબ સરસ, અમને તમે ઘણું શીખવાડ્યું છે. અનુપમે આ પિચનો વીડિયો પણ શેર કર્યો છે.
પરંતુ કમેન્ટ સેક્શનમાં એક યુઝર લખે છે કે, અશનીર ગ્રોવરજી નથી માટે મજા નથી આવતી. આ યુઝરને અનુપમ મિત્તલ વળતો જવાબ આપે છે. અશનીર ગ્રોવરનો ઉલ્લેખ કરનાર આ યુઝરને અનુપમ મિત્તલ જવાબ આપે છે કે, બિગ બોસ જાેઈ લો.
આ એકમાત્ર યુઝર નથી જેણે આ સિઝનની ટીકા કરી હોય. અન્ય એક યુઝરે પણ લખ્યં કે, શાર્ક ટેન્કની બીજી સિઝન ફેક લાગી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું કે, આ સિઝન ફીકી લાગી રહી છે. આને નેચરલ રહેવા દો,ઈન્ડિયન આઈડલ બનાવવાની જરૂર નથી.SS1MS