શાર્પશૂટર એન્થોનીએે સન્ની સિંઘાનિયા નામના આધાર કાર્ડ-પાન કાર્ડ બનાવડાવ્યા હતા
વડોદરા ક્રાઈમ બ્રાંચેેેે એન્થોની અને સોનું બિશ્નોઈની સામે ગુનો દાખલ કર્યો
વડોદરા, શાર્પ શૂટર અનિલ ઉર્ફેે એન્થોની વડોદરાની સયાજીગંજ વિસ્તારમાં પૂજા હોટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયા બાદ બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવડાવીનેે નામ બદલીને ફરતા હોવાનું બહાર આવ્યુ છે.
વડોદરાથી ફરાર થયા બાદ પોલીસથી બચવા માટેે રાજસ્થાનના સાંચોરના સોનુ બિશ્નોઈની મદદથી બોગસ કાર્ડ બનાવડાવ્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરતા વડોદરા ક્રાઈમ બ્રાંચે અનિલ ઉર્ફે એન્થોની અને સોનું બિશ્નોઈની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
https://westerntimesnews.in/news/197170/three-more-people-arrested-in-conspiracy-to-flush-out-sharp-shooter/
ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ આર ડી સોલંકીએ નોંધાવેલી ફરીયાદ અનુસાર ૧૦મી એપ્રિલના રોજ દોઢ વાગ્ય સયાજીપુરા નાકા, પાંજરાપોળ પાસેથી બાતમીના આધારેેે એન્થોની ઉર્ફે અનિલ મુલચંદ ગંગવાણી (રહે. સંવાદ ક્વાર્ટસ) એ ઝડપી પાડવામાં આવ્યો હતો.
તેની તપાસમાં બે પિસ્તોલ, કારતૂસ, મોબાઈલ, રોકડા રૂપિયા તથા આધાર કાર્ડ અને પાન કાર્ડ મળી આવ્યા હતા. બંન્ને ઓળખ કાર્ડમા ફોટા એન્થોનીનો હતો. પરંતુ તેમાં તેનું નામ સન્ની મહેશ સિંઘાનિયા અને જન્મ તારીખ ૧૦ ફેબ્રુઆરી, ૧૯૮પ, હોવાનો ઉલ્લેેખ કરાયો હતો.
સાથે જ સરનામું મૈત્રી હાઈટસ અબિકાનગર, વાગલે-મુંબઈ લખવામાં આવ્યુ હતુ. પ્રાથમિક દ્રષ્ટીએ બંન્નેેે ઓળખ કાર્ડ બોગસ હોવાનું જણાઈ આવ્યુ હતુ.
આ અંગેની વધુ તપાસ કરતા પાનકાર્ડ, અમાન્ય હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે એન્થોનીની પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યુ હતુ કે એ છોટાઉદેપુર જેલમાંથી વડોદરા જાપ્તામાં લાવ્યા બાદથી ભાગી ગયો હતો.
પોતે પકડાઈ ન જાય એ માટે પોતાના ઓળખીતા સોનું બિશ્નોઈ (રહે. ઉદેપુર, સાંચોર) પાસેથી પોતાનું બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવડાવ્યુ હતુ. જેનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ ટ્રાવેલ્સમાં ઓળખ છૂપાવવામાં કરવામાં આવ્યો હતો. તથા તેના જ આધારે મોબાઈલ ફોન ખરીદવામાં આવ્યા હતા.