રણવીર સિંહની ડોન ૩માં કિઆરાનું સ્થાન શર્વરી લેશે

મુંબઈ, શર્વરી વાઘને દર્શકો ‘મુંજ્યા’ અને ‘વેદા’ જેવી ફિલ્મોમાં એક્શન રોલમાં જોઈ ચૂક્યાં છે, તેના પછી હવે તે આલિયા ભટ્ટ સાથે યશરાજ ફિલ્મ્સની સ્પાય થ્રિલર ‘આલ્ફા’માં પણ કામ કરી રહી છે.
ત્યારે હવે તે વધુ એક મોટી ફિલ્મમાં કામ કરતી હોવાના અહેવાલો છે. શર્વરી વાઘ ‘ડોન ૩’માં રણવીર સિંહ સાથે કામ કરવાની છે, પહેલાં આ ફિલ્મમમાં રણવીર સાથે કિઆરા અડવાણી લીડ રોલ કરવાની હતી, પરંતુ પ્રેગનન્સીના કારણે તેણે આ ફિલ્મ છોડી દીધી છે.
તાજેતરના અહેવાલો અનુસાર ફરહાન અખ્તરે આ ફિલ્મ માટે શર્વરીને પસંદ કરી છે. જોકે, હજુ આ અંગે કોઈ આખરી નિર્ણય જાહેર કરાયો નથી.સૂત્રના જણાવ્યા અનુસાર, “શર્વરી સાથે અન્ય પણ એક એક્ટ્રેસ અંગે વિચારણા ચાલુ હતી.
પરંતુ શર્વરી આ રોલ મેફ્રવવામાં સફળ રહી છે. ફિલ્મની ટીમ પણ શર્વરીને લઇને ખુશ છે. શર્વરી પણ આ રોલ માટે ઘણી ઉત્સાહીત છે કે તે વધુ એક મોટી ફ્રેન્ચાઇઝીમાં કામ કરી રહી છે. કારણ કે આલ્ફા પણ એક મોટા બેનરની એક્શન ફિલ્મ છે.”આ ફિલ્મનું શૂટિંગ આ જ વર્ષે શરૂ થઈ જાય તેવી શક્યતા છે. જોકે, એવા અહેવાલો પણ છે કે આ ફિલ્મનું શૂટિંગ હવે પાછું ઠેલાયું છે.
અગાઉ નવેમ્બર ૨૦૨૩માં ફરહાન અખ્તરે તેની ટાઇમલાઇન શેર કરી હતી, તેમાં કહ્યું હતું, “ફિલ્મના મેકર્સ અને રણવીર સિંગ બધાં જ ઉત્સાહીત છે અને ડોન ૩ના કામમાં કોઈ જ ફેરફાર થશે નહીં. પોસ્ટપોન થવાના અહેવાલો ખોટાં છે.”
પહેલાં રણવીર સિંગ પણ શાહરુખને આ ફિલ્મ માટે રીપ્લેસ કરી ચૂક્યો છે. તાજેતરમાં એવા પણ અહેવાલો આવ્યા છે કે વિક્રાંત મેસ્સી આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે.
હાલ તો શર્વરી તેની આગામી એક્શન થ્રિલર આલ્ફાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ શિવ રવૈલ દ્વારા ડિરેક્ટક કરવામાં આવી છે. તેમાં શર્વરી સાથે આલિયા પણ છે, આ ફિલ્મ ક્રિસમસ ૨૦૨૫ પર રિલીઝ થશે.SS1MS