અનુરાગની મ્યુઝિકલ લવ સ્ટોરીમાં શર્વરીએ તૃપ્તિને રિપ્લેસ કરી
મુંબઈ, અનુરાગ બાસુ એક રોમેન્ટિક અને મ્યુઝિકલ લવ સ્ટોરી બનાવી રહ્યા હોવાના અહેવાલો છેલ્લાં ઘણા વખતથી આવી રહ્યા છે. ત્યારે હવે આ ફિલ્મ અંગે નવી અપડેટ આવી છે.
પહેલાં આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી લીડ રોલ કરવાના હતા. હવે નવા અહેવાલો અનુસાર હવે શર્વરીએ તૃપ્તિને રિપ્લેસ કરી છે. લોકો કાર્તિક અને તૃપ્તિને ‘ભૂલભુલૈયા ૩’માં જોઈ ચૂક્યા છે, તેથી અનુરાગ બાસુ અને ફિલ્મના પ્રોડ્યુસર ભુષણ કુમારે લોકોને એક નવી અને તાજગીસભર જોડી બતાવવા માટે આ નિર્ણય લીધો છે.
એવી ચર્ચા છે કે આ ‘આશિકી ૩’નું જ એક વર્ઝન છે, પરંતુ મુકેશ ભટ્ટ સાથે ફિલ્મના અધિકારો અંગે વિવાદ થતાં આ ફિલ્મને અલગ મ્યુઝિકલ ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવી છે.
આ ફિલ્મ માટે યાદગાર ગીતો આપવા માટે જાણીતા પ્રિતમ દ્વારા સંગીત તૈયાર કરવામાં આવી રહ્યું છે, એવા ગીતો કમ્પોઝ કરી રહ્યા છે જે ફિલ્મની ભાવનાત્મક બાજુની તીવ્રતાને પણ અનુરૂપ થઈ શકે.આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી ૨૦૨૫માં શરૂ થવાનું હોવાની ચર્ચા છે. ત્યાં સુધી કાર્તિક અને શર્વરી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચશે અને ફિલ્મ માટે વર્કશોપ કરીને રોલની તૈયારીઓ કરશે.
આ બંને કલાકારો ફિલ્મ કરવા માટે ઉત્સુક છે તેમજ દર્શકોને તરોતાજા રોમેન્ટિક ફિલ્મ આપવા તૈયાર છે. આ પહેલાં અનુરાગ બાસુ તેમની ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’નું કામ પૂરું કરશે, જેમાં આદિત્ય રોય કપુર, સારા અલી ખાન અને પંકજ ત્રિપાઠી જેવા કલાકારો કામ કરી રહ્યાં છે. હાલ કાર્તિક ‘ભૂલભુલૈયા ૩’ની સફળતાનો આનંદ લઈ રહ્યો છે. હવે પછી તે ‘પતિ પત્ની ઔર વો ૨’માટે કામ શરૂ કરશે.SS1MS