દેવગઢબારિયાના રાજવી પરિવારના રાજમહેલ ખાતે શસ્ત્ર પૂજન વિધી યોજાઈ
પ્રકૃતિના ખોળે વસેલા ઐતિહાસિક નગર એવા દેવગઢબારિયા નગર કે રાજા શાહી વખતે ભૂતકાળમાં દેવગઢ બારીયા સ્ટેટ તરીકે ઓળખાતું હતું. એવી જ આજે પણ વંશ પરંપરા મુજબ વિજયદશમી પર્વ નિમિત્તે દેવગઢબારિયાના રાજવી પરિવારના નિવાસ્થાને એવા રાજમહેલ ખાતે શસ્ત્ર પૂજન
અને શાસ્ત્રોકત વિધિ વિધાન મુજબ રાજપુત સમાજના અગ્રણી અને દેવગઢ બારીયાના મહારાજા શ્રીમંત તુષારસિંહ બાબા સાહેબ અને મહારાણી અંબિકાદેવીના (રાણી સાહેબ) વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું.
જેમાં રાજમાતા ઉર્વશીદેવીજી (બાપુરાજ સાહેબ)અને મહારાજકુમાર ર્નિભય સિંહજી બાબા સાહેબ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ- મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ)