દેવગઢ બારીઆના રાજવી પરિવાર દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

(પ્રતિનિધિ)દે.બારીઆઃ- પ્રકૃતિના ખોળે વસેલા અને ઐતિહાસિક નગર એવા દેવગઢ બારીઆ નગર કે જે રાજા શાહી વખતે ભૂતકાળમાં દેવગઢબારીઆ સ્ટેટ તરીકે ઓળખાતું હતું. રજવાડાઓના સમય થી વિજયાદશમી પર્વ નિમિત્તે નગરમાં આસોસુદ એકમ થી લઈને આસો સુદ નવમ સુધી માતાજીની સ્થાપના કરી ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવે છે. નગરની અને આસપાસના વિસ્તારમાંથી આવતી પ્રજા રાત્રીના સમયે ગરબામાં મોજ મૂકીને ગરબાની રમઝટ માણે છે.
આસોસુદ દસમના દિવસે ઐતિહાસીક એવો દશેરાનો મેળો ભરાય છે. આ મેળામાં મનોરંજનના સાધનો અને ખાણી પીણી, તેમજ સૌંદર્ય પ્રસાધનની ચીજ વસ્તુઓના સ્ટોલ લાગે છે. જેનો મેળામાં આવતી પ્રજા દશેરાના મેળાનો ભરપૂર આનંદ માણે છે.
વંશ પરંપરા મુજબ વિજયાદશમી પર્વ નિમિત્તે દેવગઢ બારીઆના રાજવી પરિવારના નિવાસ્થાન એવાં “રાજ મહેલ” ખાતે શસ્ત્ર પૂજન શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ રાજપૂત સમાજના અગ્રણી અને દેવગઢ બારીઆના પૂર્વ ધારાસભ્ય મહારાજા તુષારસિંહજી(બાબા સાહેબ) તથા મહારાણી અંબિકદેવીજીના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું. જેમાં રાજપૂત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.