લાંબડીયા ખાતે રાણા પૂજા ભીલની જન્મ જયંતીએ શસ્ત્ર પૂજન કરાયું

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના આદિવાસીઓના પૂર્વજ તથા ભારતના મહાન વીર યોદ્ધા પૂજ્ય રાણા પૂજા ભીલની જયંતિ નિમિત્તે આદિવાસી હિત રક્ષક સેના દ્વારા પોશીના તાલુકાના લાબડીયા ખાતે શસ્ત્ર પૂજન કરાયું.
આવનારા દિવસોમાં આદિવાસી હિત રક્ષા સેના દ્વારા બજારો અને સર્કલો ઉપર રાણા પૂજા ભીલની પ્રતિમાઓ અને એમનો ઈતિહાસ લખવામાં આવશે. જેથી કરીને આવનારા આદી અનાદિકાળ સુધી આ મહાન વીર યોદ્ધાનો ઇતિહાસ જીવંત રહે. અને આવનારી નવી પેઢીના લોકો પણ તેમને ઓળખે અને યાદ કરે.
મેવાડના મહારાણા પ્રતાપ ની મુસ્લિમ શાસકો દ્વારા થતા પ્રતિકારો સામે રક્ષણ આપી સનાતન ધર્મની રક્ષા કાજે જીવન ન્યોછાવર કરનારા વીર રાણા પૂજા ભીલને યાદ કરી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. તથા રાણા પૂજા ભીલ અમર રહો ના નારા લગાવવામાં આવ્યા.
ભારત દેશ શાસ્ત્ર અને સહસ્ત્ર બંનેની પૂજા કરે છે આ કાર્યક્રમમાં આદિવાસી હિત રક્ષા સેના એડવોકેટ હિંમત ટાવર રાષ્ટ્રીય અધ્યક્ષ આદિવાસી તથા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.