શત્રુઘ્ન સિંહા ખામોશ નહીં, ખુશઃ સોનાક્ષી-ઝહીરના ૨૩ જૂને લગ્ન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/Sonakshi-1024x576.jpg)
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા બોલિવૂડ એક્ટર ઝહીર ઈકબાલ સાથે ૨૩ જૂને મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છે. ઘણા લાંબા સમયથી આ સમાચારની તેમના ફૅન્સ રાહ જોઈ રહ્યા હતા. આ અંગેનો સંકેત સોનાક્ષીએ કપિલ શર્માના શોમાં તેની લગ્ન કરવાની ઉતાવળ જાહેર કરીને પણ આપી દીધો હતો.
કેટલાંક અહેવાલો મુજબ આ લગ્નમાં ફક્ત તેમનાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. આ સિવાય સોનાક્ષીની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘હીરામંડી’ની સ્ટારકાસ્ટને પણ આ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
શિલ્પા શેટ્ટીની હોટેલમાં આ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. બાદમાં એક મોટું રિસેપ્શન રાખવામાં આવશે, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને આમંત્રણ અપાશે. સોનાક્ષી અને ઝહીર છેલ્લા ૪-૫ વર્ષાેથી એકબીજાને ડેટ કરતાં હતાં તેમજ તે બંને ઘણી પાર્ટીમાં સાથે ફરતાં જોવા મળતાં હતાં.
સોશિયલ મીડિયા પર બંને હંમેશા એકબીજાને મિત્રો ગણાવતાં રહ્યાં હતાં. તાજેતરમાં જ સોનાક્ષીના જન્મદિવસ પર પણ ઝહીરે અભિનેત્રી સાથેના ઘણા ક્યૂટ ફોટા શેર કર્યા હતા. હજુ પણ તેમનાં બેમાંથી કોઈના પરિવારમાંથી આ લગ્ન વિશે હજુ કોઈ ખાતરી આપવામાં આવી નથી.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર સોનાક્ષીના લગ્નનું આમંત્રણ મેગેઝિનના કવરની જેમ તૈયાર કરવામાં આવશે. તેના પર લખવામાં આવશે – ‘અફવાઓ સાચી છે…’ લગ્નમાં આવનાર તમામ મહેમાનોને ઔપચારિક રીતે હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે. ૩૬ વર્ષીય ઝહીર ઈકબાલે ૨૦૧૯માં સલમાન ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘નોટબુક’થી ડેબ્યૂ કર્યું હતું.
આ પછી, તે ૨૦૨૨ માં સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી સ્ટારર ‘ડબલ એક્સએલ’ માં જોવા મળ્યો હતો. ઝહીરના પિતા ઈકબાલ રત્નાસી પણ સલમાન ખાનના નજીકના મિત્ર છે. ઝહીરને લોન્ચ કરવામાં સલમાને પણ મદદ કરી હતી. આ પહેલા ઝહીર સલમાનના ભાઈ સોહેલની એક ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ હતો. જ્યારે સોનાક્ષીને પણ ૨૦૧૦માં સલમાન ખાને ‘દબંગ’ ફિલ્મથી લોંચ કરી હતી.
એવું માનવામાં આવે છે કે આ બંનેની પહેલી મુલાકાત સલમાન ખાનના કારણે જ થઈ હતી. સોનાક્ષી અને ઝહીર લાંબા સમયથી જાહેરમાં સાથે દેખાતા હતા, પરંતુ પોતાના સંબંધોનો સ્વીકાર કરતા ન હતા. કેટલાક અનુમાનો મુજબ, શત્રુઘનસિંહા આ સંબંધને સ્વીકારવા તૈયાર ન હતા. વર્ષાે સુધી રાહ જોયા બાદ આખરે શત્રુઘનએ લીલી ઝંડી આપી હતી, જેથી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી છે.SS1MS